fbpx
સૌરાષ્ટ - કચ્છ

રાજકોટમાં ડબલ અકસ્માતઃ બસ દિવાલે અથડાઈ, બીજી પલટી જતા ૪૦ યાત્રાળુઓને ઈજા

સ્વતંત્રતા દિવસે રાજકોટમાંથી બે બસ અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં એક બસ અંડર બ્રીજમાંથી પસાર થતી હતી ત્યારે દિવાલે ઉથડાઈ હતી. જ્યારે બીજી યાત્રાળુઓથી ભરેલી બસ પલટી જતા ૪૦ જેટલા યાત્રાળુઓને નાની મોટી ઈજાઓ પહોંચી હતી. જાે કે, આ બંને અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી.


પ્રાપ્ત વિગતો મુજબ, દામનગર પાસે આવેલા એકલારા ગામના લોકો ધાર્મિક પ્રવાસે નીકળ્યા હતા. શ્રાવણ મહિનો ચાલતો હોઈ આ યાત્રાળુઓ ત્રણ દિવસના પ્રવાસે નીકળ્યા હતા. બસમાં કુલ ૫૫ યાત્રાળુઓ સવાર હતા. ત્યારે અચાનક સરધારા પાસે બસને અકસ્માત નડ્યો અને આખી બસ પલટી ગઈ. જેમાં ૪૦ યાત્રાળુઓને નાની મોટી ઈજાઓ પહોંચી હતી. એ પછી ઈજાગ્રસ્તોને સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નહોતી.

બીજી તરફ, ગોંડલના આશાપુરા અંડર બ્રીજ પાસે પણ બસ દિવાલ સાથે અથડાઈ હતી. આ બસ અંડર બ્રીજમાંથી પસાર થઈ રહી હતી એ સમયે તે દિવાલ સાથે ધડાકાભેર અથડાઈ હતી. આ અકસ્માતમાં બસમાં સવાર ૪થી ૫ મુસાફરોને સામાન્ય ઈજા પહોંચી હતી. જે બાદ ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા.

ગોંડલમાં અંડર બ્રિજ ખાતે એસટી બસને નડ્યો અકસ્માત

આ સિવાય ગોંડલના આશાપુરા અંડરબ્રિજ ખાતે એસટી બસને પણ અકસ્માત નડ્યો છે. જેમાં બસમાં સવાર ૪ થી ૫ મુસાફરોને ઈજા થતાં તેઓને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે, ગઈકાલે પણ ઈન્દોર હાઈવે પર કઠલાલના અનારા નજીક એક એસટી બસ રસ્તામાં ઉભી રહેલી ટ્રકની પાછળ ધડાકાભેર ઘૂસી ગઈ હતી. આ અકસ્માતમાં પણ બસમાં સવાર ૩૨ જેટલા પેસેન્જરો ઘાયલ થયા હતા, જેમને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

Follow Me:

Related Posts