રાજકોટમાં તરુણોને વેક્સિનેશન કર્યા બાદ બોલપેન આપી પ્રોત્સાહિત કરાયા
કેન્દ્ર સરકારની બાળકોનું વેક્સિનેશન કરવા અંગે જાહેરાત થયા બાદ રાજકોટ ર્સ્વનિભર શાળા સંચાલક મંડળ દ્વારા સરકાર પાસે માંગ કરવામાં આવી હતી કે શાળાના માધ્યમથી વેક્સિનેશન કરવામાં આવે જે રજુઆત માન્ય રાખી આજથી એક સપ્તાહ સુધી મેગા વેક્સિનેશનનું આયોજન કરવામાં આવ્યું છે. શાળા સંચાલક મંડળનું કહેવું છે કે શાળાના માધ્યમથી વેક્સિનેશન કરવાથી માસ વેક્સિનેશન, ઇઝી વેક્સિનેશન અને ૧૦૦% વેક્સિનેશન કરી શકાશે. આજથી રાજકોટ મનપા દ્વારા શાળા સંચાલકો સાથે મળી વેક્સિનેશનનું આયોજન કરવામાં આવ્યું છે આજે પ્રથમ દિવસે રાજકોટ શહેરની ૭૧ શાળામાં આરોગ્ય વિભાગ દ્વારા બાળકો માટે વેક્સિનેશનની શરૂઆત કરવામાં આવી છે.
આજથી બાળકો માટે વેક્સિનેશન શરૂ થયું છે ખુબ જ ખુશીનો અને મહત્વનો દિવસ છે. અમારી રજુઆતને સાંભળી સરકાર દ્વારા અમારા ઉપર ભરોસો મૂકી જવાબદારી સોંપવામાં આવી છે. દરેક શાળા સંચાલકોને પણ અપીલ કરું છું કે વધુ ને વધુ બાળકોનું વેક્સિનેશન કરાવી આપણે સરકારને મદદરૂપ બનીશું. આ સાથે કોઈ પણ જગ્યાએ વિદ્યાર્થીઓનું કાઉન્સેલિંગ કરવા જરૂર જણાય તો કાઉન્સેલિંગ કરી માર્ગદર્શન પૂરું પાડી વેક્સિનેશનના આ મહાઅભિયાન ને સફળ બનાવીશું. અને તમામ વિદ્યાર્થીઓનું ૧૦૦ % વેક્સિનેશન થાય માટે શાળા સંચાલક, આચાર્ય, શિક્ષક તેમજ શાળાના અન્ય સ્ટાફ મેમ્બર જહેમત ઉઠાવી કટિબધ્ધ બને તેવી અપીલ છે. વાલીઓ અને વિદ્યાર્થીઓમાં વેક્સિનેશનને લઇ ઉત્સાહ જરૂર જાેવા મળી રહ્યો છે. વિદ્યાર્થીઓ પણ સરકારના ર્નિણયને આવકારી ત્રીજી સંભવિત લહેરના ખતરા પહેલા વેક્સિન આપવા બદલ સરકારનો આભાર માની અન્ય લોકોને વેક્સીન લેવા અપીલ કરી રહ્યા છે. એટલું જ નહિ વિદ્યાર્થીઓ વેક્સીન લેવા બદલ એક વાલી દ્વારા તેમના દીકરાની સાથે અભ્યાસ કરતા તેમના વર્ગખંડના અન્ય વિદ્યાર્થીઓને બોલપેન આપી સન્માન કરવામાં આવ્યું હતું જયારે બીજા એકે વાલીએ વિદ્યાર્થીઓને સારો પૌષ્ટિક નાસ્તો કરાવવામાં આવ્યો હતો
નરેન્દ્ર મોદી દ્વારા ૧૫થી ૧૮ વર્ષના બાળકોનું રસીકરણ કરવાની જાહેરાત કર્યા બાદ આજથી ગુજરાત સહિત સમગ્ર દેશમાં બાળકોનું વેક્સિનેશન શરૂ કરી દેવામાં આવ્યું છે. જ્યાં રાજકોટમાં પણ આજે શહેરની ૮૦૦ પૈકી ની ૭૧ શાળામાં વેક્સિનેશનની શરૂઆત કરવામાં આવી છે. જ્યાં વેક્સિન લેવા વિદ્યાર્થીઓની લાઈન લાગી હતી. તો બે વાલીઓ તરફથી શાળાના દરેક બાળકોને બોલપેન આપી પ્રોત્સાહિત કરાયા હતા. આજે જ્યારે રાજકોટ શહેરની શાળાઓમાં વેક્સિનેશન કરવામાં આવી રહ્યું છે ત્યારે રાજકોટમાં ટાગોર રોડ પર આવેલ એસ.વી.વિરાણી હાઈસ્કૂલ કે જ્યાં સૌથી વધુ વિદ્યાર્થીઓ વેક્સિન લેવાના છે. વિરાણી હાઈસ્કૂલમાં કુલ ૧૦૫૬ વિદ્યાર્થીઓ છે કે જેમની ઉંમર ૧૫થી ૧૮ વર્ષની છે. આજે મોટાભાગના વિદ્યાર્થીઓએ વેક્સિન લેવા માટે ઓનલાઇન રજિસ્ટ્રેશન કર્યું છે અને જેમને બાકી હોય તેનું શાળા દ્વારા ઓનલાઇન રજીસ્ટ્રેશન કરવામાં આવી રહ્યું છે.
Recent Comments