fbpx
સૌરાષ્ટ - કચ્છ

રાજકોટમાં દંપતીએ કારખાનેદાર સાથે રૂ.૬૫.૨૪ લાખની છેતરપિંડી આચરી

રાજકોટ શહેરમાં સત્યસાંઇ હાર્ટ હોસ્પીટલ મેઇન રોડ પર ફુલવાડીપાર્ક શેરી નં.૦૩ માં રહેતા ચિરાગભાઇ હસમુખભાઇ અમૃતીયા (ઉ.વ.૩૦) એ આશિષ મોહનભાઈ સારણીયા અને તેના પત્ની નિશાબેન સામે છેતરપિંડી થયા અંગે રાજકોટ તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે જેથી પોલીસે આરોપી પતિ પત્ની સામે આઇપીસી કલમ ૪૦૬, ૪૨૦ અને ૧૧૪ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. ચિરાગભાઈએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, હું મારા પરીવાર સાથે રહું છુ અને વાવડી ઇન્ડસ્ટ્રીઝ ખાતે આવેલ રાણી ઇન્ડ્રસ્ટ્રીઝ એરીયા પરીન ફર્નીચરની પાછળ ગોંડલ રોડ ખાતે એકસેલ મેટલ ઇન્ડસ્ટ્રીઝના નામે કોપર વાયર તથા કોપર રોડનું કારખાનું હું તથા મારા ભાગીદાર મારા પિતા તથા મારા મોટાબાપુનો દીકરો તથા મારા મોટાબાપુ સાથે ભાગીદારી ડીડ બનાવી આ કારખાનુ ચલાવીએ છીએ અને કારખાનાનો વહીવટ હું પોતે સંભાળુ છુ.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૧૬માં અમારા કારખાને આશીષભાઇ મોહનભાઇ સારણીયા આવતા જતા હોય અને તેઓની સાથે ઓળખાણ થયેલ અને તેમને સબમર્સીબલ નુ કારખાનુ હોય અમો તેમને કોપરનો થોડો થોડો માલ આપતા હતા. ત્યાર બાદ ઘીમેઘીમે આશીષભાઇ અમારી પાસેથી ઉઘારીમાં પણ માલ લઇ જતા હતા અને આ આશીષભાઇ તથા તેઓના પત્ની નિશાબેને ૨૦૧૭માં વાવડી ખાતે ઉમીયા પંપ નામનું કારખાનુ ચાલુ કરેલ અને મારી પાસેથી કોપર વાયર તથા કોપર રોડ લઇ જઇ તેમના કારખાનાનો ઉપયોગ કરતા હતા અને અમુક અમુક માલ રોકડે તથા અમુક અમુક બાકીમા માલ લઇ જતા હતા અને આ આશીષભાઇ ૨૦૧૯માં આશીષભાઇનુ કારખાનુ ઉમીયા પંપ પોતાએ બંઘ કરી દીધું હતું.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, અમારી કારખાનાની ૨૦૧૯ માં લેણી રકમના ૬૫.૨૪ લાખ લેવાના બાકી હતા જે આશીષભાઇ પાસે માંગતા અમોને વાયદાઓ કરતા હતા અને બીલની રકમ આપતા ન હતા અને ત્યારબાદ આશીષભાઇ રાજકોટમાથી ગુમ થઇ ગયા હતા અને આ આશીષભાઇનો તમામ વહીવટ તેઓના પત્ની નિશાબેન સંભાળેલ હતો અને નિશાબેનને રૂબરૂ મળતા નિશાબેને જણાવેલ કે તમારી બાકી રકમ કાઈ નિકળતી નથી. રૂપીયા તમો ભુલી જાવ અમારી પાસે તમારા કોઇ રૂપીયા દેવાના બાકી નથી અને જ્યારે આશીષ આવે ત્યારે તમારા રૂપીયા આપી દેશુ હવે પછી રૂપીયાની ઉઘરાણી માટે મારી પાસે આવવુ નહી.આ બાદ અમો આશીષભાઇ નો સંપર્ક કરતા આશીષભાઇ નો સંપર્ક થયેલ નહીં અને આ આશીષભાઇ તથા તેઓના પત્ની નીશાબેને વિશ્વાસ અને ભરોસો આપ્યો હોય અને આજ સુધી રૂ.૬૫,૨૪,૭૭૩ નહીં આપી છેતરપિંડી અને ઠગાઇ કરી હતી

Follow Me:

Related Posts