રાજકોટના દંપતીને ઘેર પુત્રી અવતર્યાને એક જ વર્ષમાં પતિનું અવસાન થયું, કુદરતના આ ર્નિણય બાદ પણ પત્નીએ હાર ન માની અને જીવનના મોટા ઉતાર-ચઢાવ વચ્ચે દીકરીને એવી તાલીમ આપી કે સૌથી નાની ઉંમરે ગાયત્રી મંત્ર, ૧૨ જ્યોતિર્લિંગના નામ, અંગ્રેજી માસના નામ, વાર્તાઓ અને કવિતા, ધાર્મિક વાર્તાઓ, પ્રાણીઓ ઓળખવા, કલર ઓળખવા, જનરલ નોલેજ કંઠસ્થ કરી માત્ર દોઢ વર્ષની ધીમહિ હિરેનભાઈ પંડ્યાએ ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મેળવી પિતાને સાચી શ્રદ્ધાંજલિ અર્પી છે.
ધીમહિના માતા પૂર્વીબેન હિરેનભાઈ પંડ્યા જણાવે છે કે, દીકરી માત્ર એક વર્ષની હતી ત્યારે તેણે પિતાની છત્રછાયા ગુમાવી, પરંતુ અમે હિંમત દાખવી અને ધીમહિને નિયમિત તાલીમ આપી. દીકરી માત્ર દોઢ વર્ષની હતી ત્યારથી જ તેને શ્રવણ અને મહાદેવની વાર્તાઓ, ગાયત્રી મંત્ર, અંગ્રેજી માસના નામ, પ્રાણીઓ-કલરના નામ ઓળખવા, ગાયત્રી મંત્ર, બાર જ્યોતિર્લિંગના નામ વગેરે આવડતું હતું. ધીમહિનું નામ ગુજરાત બુક ઓફ રેકોર્ડમાં મોકલ્યું. ત્યાંની ટીમે વીડિયો મગાવ્યા અને રિસર્ચ કર્યું કે ગુજરાતમાં આટલી નાની ઉંમરમાં આવું ટેલેન્ટ ધરાવતું કોઈ બાળક ન હતું. આખરે ધીમહિના ટેલેન્ટને ગુજરાત બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મળ્યું.
Recent Comments