fbpx
સૌરાષ્ટ - કચ્છ

રાજકોટમાં દોઢ વર્ષ પહેલા ઝઘડામાં વચ્ચે પડેલા યુવકનું ૩ શખ્સોએ અપહરણ કરી ઢોર માર માર્યો

રાજકોટમાં મિત્રના ઝઘડામાં સમાધાન માટે વચ્ચે પડેલા પટેલ યુવાનને પારડી પાસે ભેગા થયા બાદ કારમાં અપહરણ કરવામાં આવ્યું હતું જેમાં મારમારી કરી નાસી ગયા બાદ યુવાન ઇજાગ્રસ્ત થતા તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. હાલ પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. રાજકોટના કારખાનેદારનું સમાધાન કરવા જેવી બાબતે પારડી પાસેથી કારમાં અપહરણ કરી કાંગશિયાળી નજીક વાડીમાં લઇ જઇ બેફામ માર માર્યો હતો અને તેમને ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડયો હતો. આ અંગે પોલીસે કાર્યવાહી શરૂ કરી છે. રાજકોટના ૧૫૦ ફૂટ રિંગરોડ પર આવેલા માધવ પાર્કમાં રહેતા વિશાલ હિતેશભાઈ ફાચરા (ઉ.વ.૨૮) ખોડલ હોટેલ પાસે હતો ત્યારે દિપક ખૂંટ,અંકુર રૂપાપરા,આનંદ રૂપાપરાએ માથાકૂટ કર્યા બાદ પારડી પાસેથી કારમાં અપહરણ કરી કંગાશીયાળી પાસે લઈ જઈ બેફામ મારમાર્યો હતો.તેમને મારમારી ઇજાગ્રસ્ત હાલતમાં મુકી તમામ પલાયન થઈ ગયા હતા અને પોતે સરકારી હોસ્પિટલમાં ખસેડાયો હતો. વિશાલે જણાવ્યું હતું કે, પોતે રાવકી ગામે હાર્ડવેરનું કારખાનું ધરાવે છે. દોઢેક વર્ષ પહેલા ધાર્મિક પટેલ અને અંકુર અને ધાર્મિક વચ્ચે ઝઘડો થયો હતો તે મામલે એકાદ મહિના પહેલા તે ઝઘડાનું સમાધાન કરવા વિશાલ વચ્ચે પડ્યો હતો તે બાબતનો ખાર રાખી અંકુરે પારડી પાસેથી અપહરણ કરી વાડીમાં લઇ જઇ મારમાર્યો હતો. આ અંગે પોલીસે કાર્યવાહી કરી હતી.

Follow Me:

Related Posts