fbpx
સૌરાષ્ટ - કચ્છ

રાજકોટમાં નવજાતે કોરોનાને ૧૪ દિવસમાં હરાવી મેળવી જીત

કહેવાય છે કે જેને રામ રાખે તેને કોણ ચાખે. આ ઉક્તિને સાર્થક કરતાં જન્મતાં જ કોરોના ગ્રસ્ત બાળકે કોરોના જેવી મહામારીને પણ કુદરતે વરસાવેલી અસીમ કૃપા અને દેવદૂત સમાન ડોટર્સની મહેનત વડે મહાત આપી છે. જેણે રાજ્ય સરકારની તંદુરસ્ત બાળકની વિભાવના અને બાળકના તંદુરસ્ત ભવિષ્યની પ્રતીતિ કરાવી છે.
બાળકનો જન્મ થાય ત્યારે માતાપિતા અને પરિવારજનોની ખુશી ચરમસીમાએ હોય છે. કમનસીબે ભાવિનભાઈ અને સારીકાબેન સોરઠીયાના પરિવારમાં કોરોનાના કારણે બાળકના જન્મની ખુશી અત્યંત પીડાજનક રહી. બાળક હસતું રમતું હોય, તેના બદલે બાળક કોરોના પોઝિટિવ આવતા ઇન્જેક્શનની સોય, પાટા પિંડી અને વેન્ટિલેટરની નળીથી ભરેલું નવજાત બાળકનું શરીર કોઈ પણ હિંમતવાનને હચમચાવી દેવા માટે પૂરતું છે. આ પરિસ્થિતિમાં બાળકે નવજીવનની હિંમતભેર શરૂઆત કરી. માત્ર ૧૪ દિવસમાં સિવિલના પીડિયાટ્રિક વિભાગના દેવદૂતોએ બાળક અને તેના પરિવારજનોની આ પીડાનો અંત લાવી ફરી લહેરાવી ખુશીની લહેર.
વાત એમ છે કે, બાળકના માતા સારીકાબેન સોરઠીયા અને પિતા ભાવિનભાઈને કોરોના પોઝિટિવ હતો. સારીકાબેન ગર્ભવતી હોઈ તેમને ખાનગી દવાખાનામા સારવાર દરમ્યાન સંજાેગોવસાત પ્રિમેચ્યોર ડીલેવરી કરવી પડી. બાળકનો કોરોના ટેસ્ટ કરાવતા બાળક પણ પોઝિટિવ આવ્યું. આ પરિસ્થિતિમાં ખાનગી હોસ્પિટલમાંથી બાળકને વેન્ટિલેટર સાથે સિવિલના કોવિડ હોસ્પિટલના બાળકોના વિભાગમાં દાખલ કરવામાં આવ્યું જન્મ સમયે બાળકનું વજન માત્ર બે કિલો હતું. બાળકની પરિસ્થિતિ ગંભીર હોઈ સિવિલના બાળકોના સ્પેશિયાલિસ્ટ ડોક્ટર્સની ટીમ દ્વારા તેની ખાસ સારવાર શરુ કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે.

Follow Me:

Related Posts