fbpx
સૌરાષ્ટ - કચ્છ

રાજકોટમાં નવા મેયર ઉજવણીમાં ફટાકડા ફોડતા મનપાના ઈલેક્ટ્રિક ટ્રાન્સફોર્મરમાં આગ

સામાન્ય રીતે સરકારના નિયમોનો ભૂલથી પણ ભંગ કરનાર પ્રજાજનોએ મોટો દંડ ભરવો પડે છે, પણ જાે પક્ષ કોઈ ભૂલ કરે તો તેની સામે ઢાંકપીછોડો કરવામાં આવે છે, આજે રાજકોટમાં નવા મેયરની ઉજવણી પ્રસંગે શહેરમાં ભાજપના કાર્યકરો દ્વારા ફટાકડા ફોડતા મનપાના ઈલેક્ટ્રિક ટ્રાન્સફોર્મર નીચે લાગી આગ લાગી હતી. ઘટનાને પગલે ફાયરબ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો કર્યા શરૂ કર્યા હતા. હજુ સુધી કોઇ જાનહાનિ થઇ નથી.

પરંતુ અહીં એ સ્પષ્ટ પણે જાેવા મળે છે કે નિયમ માત્ર પ્રજા માટે છે પક્ષ માટે કંઈ નહીં.
આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો કર્યા શરૂ કર્યા હતા આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરે તે પહેલા ફાયર ફાઈટરની ટીમ દ્વારા પાણીનો સતત મારો ચલાવી આગને કાબૂમાં લેવા પ્રયાસો હાથ ધરાયા હતા. આગના પગલે લોકોમાં કૂતુહલ ઉત્પન્ન થયું હતું અને ઈલેક્ટ્રિક ટ્રાન્સપોર્ટરમાં આગ લાગતા અફરાતફરી પણ મચી ગઈ હતી. ફાયર ફાઇટરો દ્વારા લોકોને પણ આગથી દૂર રહેવા સલાહ આપવામાં આવી હતી.

મહાનગરપાલિકા પાસે આવેલા ઈલેક્ટ્રિક ટ્રાન્સપોર્ટર નીચે આગ લાગી હાલ મોટાભાગની આગ કાબૂમાં આવી ચૂકી છે. આગ લાગી તે અંગે મેનેજમેન્ટ દ્વારા કોઇ પણ જાતનો ખુલાસો કરવામાં આવ્યો નથી. પરંતુ એ સ્પષ્ટ પણે જાેઈ શકાય છે કે આસપાસ ફટાકડા ફોડવાને કારણે આગ લાગી હતી અને જાે ઈલેક્ટ્રિક ટ્રાન્સફોર્મર નીચે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યુ હોત તો મોટી જાનહાનિ થવાની સંભાવના હતી. જે ફાયર ફાઇટરોના સમયસર આગમનથી ટળી છે.

Follow Me:

Related Posts