રાજકોટમાં પત્ની દ્વારા સાસરિયાઓ પર ત્રાસ ગુજારવાની ફરિયાદ નોધાવી
થોડા સમય પછી મને અને પતિ બંનેને ગોંડલમાં પ્રાઇવેટ શાળામાં નોકરી મળતાં ત્યાં જ રહેવા માંડ્યા હતાં. હું શાળામાં કોઇ સહકર્મચારી સાથે વાત કરુ તો પતિને ગમતું નહિ અને ઘરે જઇ મારકુટ કરતાં. આ બાબતે સાસુ સસરાને કહેતાં તેણે પણ પતિનું ઉપરાણુ લીધું હતું. નોકરી કરી હું જે કમાતી તે પગાર પણ મને વાપરવા દેતા નહિ. બધો પગાર પતિ લઇ લેતો હતો. એમના બેદરકારી ભર્યા વર્તનને કારણે મારે શાળામાંથી પણ રાજુનામુ આપવાની ફરજ પડી હતી. એ બાદ હું અને પતિ રાજકોટ ભાડે રહેવા આવી ગયા હતા. એ સમયે હું પ્રેગનન્ટ હતી અને ઇમર્જન્સી સર્જરી કરવી પડી હતી. ત્યારથી મારો પતિ મને એકલી મુકી જતાં રહેલ. મારી તબિયત પુછવા પણ સાસરીયામાંથી કોઇ આવ્યુ નહોતું. છેલ્લે મને મારકુટ કરે પહેરેલ કપડે કાઢી મુકાઇ હતી. પણ મારે સંસાર ચલાવવો હોઇ સમાધાન કરી ફરી પતિ પાસે ગઇ હતી. હું પડોશી સાથે બોલુ તો પણ પતિને ગમતું નહિ. તે બહાર જાય તો બહારથી દરવાજાને લોક કરી મને પુરીને જતાં રહેતાં હતાં. એ પછી ફરી વખત અહિ પણ પતિને નોકરીમાંથી કાઢી મૂકી હતી. ત્યારબાદ મને મારા માવતરને ત્યાં મોકલી દીધી હતી. ત્યારથી આજ સુધી મને તેડી જવાના કોઇ પ્રયાસો કર્યો નથી. એ લોકો સમાધાન માટે પણ તૈયાર ન હોઇ અંતે મારે ફરિયાદ કરવી પડી છે. હાલ રાજકોટ માવતરે રહેતી અને મોરબી સાસરુ ધરાવતી પરિણીતાને મહિલા પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરવી છે. જેમાં તેણે જણાવ્યું હતું કે પતિએ લગ્નના બીજા જ દિવસે કહ્યું હતું કે આપણા રૂમનો દરવાજાે ખુલ્લો રાખીને જ સુવાનું છે, હું મારા પિતાથી ડરુ છું. તો ત્રીજા દિવસે દિયર,સાસુ અને નણંદ સહિતનાએ ઘરકામ બાબતે માનસિક ત્રાસ આપવાનું શરુ કર્યું હતું જેને પગલે પરિણીતાએ રાજકોટમાં પોતાના પિયરે આવીને સાસરિયા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે. આ મુદ્દે રાજકોટ મહિલા પોલીસે માવતરે રહેતી પરિણીતાની ફરિયાદ પરથી મોરબી શ્રીરામ કુંજ, બ્લોક નં. ૫૮ શ્રીમદ્દ સોસાયટ, વૃષભનગર-૩ ખાતે જાેડીયા હનુમાનજી મંદિરવાળી શેરીમાં રહેતાં તેણીના પતિ ભાવિક, સસરા અતુલભાઇ રજનીકાંત રાવલ, સાસુ કોકીલાબેન, દિયર ભાવીન અને નણંદ વૈશાલી સામે ગુનો નોંધ્યો છે. પરિણીતાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, મારા લગ્ન ૭/૫/૨૦૧૯ના રોજ જ્ઞાતિના રિવાજ મુજબ ભાવિક રાવલ સાથે થયા છે. અમારા લગ્ન જીવનમાં કોઇ સંતાન નથી અમે લગ્ન બાદ બધા સંયુકત કુટુંબમાં રહેતાં હતાં. લગ્નના બીજા જ દિવસે પતિએ કહ્યું હતું કે-આપણે આપણા રૂમનો દરવાજાે ખુલ્લો રાખીને જ સુવાનું છે, હું મારા પિતાથી ડરુ છું! એ પછી નાની-નાની વાતે પતિએ શંકાઓ કરી ઝઘડા ચાલુ કર્યા હતાં. વધુમાં ફરિયાદે જણાવ્યું હતું કે, લગ્નના બે ત્રણ દિવસ બાદથી જ સાસુ અને નણંદે કામકાજ માટે ઝઘડા કર્યા હતાં અને કહેલું કે તમારામાં અને કામવાળીમાં જાજાે ફેર લાગતો નથી. મારા માવતરથી કોઇનો ફોન આવે અને હું વાત કરું તો મારા દિયર મારી પાછળ પાછળ ફરી હું શું વાત કરુ છું એ સાંભળતા હતાં. એ પછી ઘરના લોકોની ચઢામણીથી પતિ મારકુટ પણ કરી લેતાં હતાં.
Recent Comments