રાજકોટ શહેર અને જિલ્લામાં આપઘાતનું પ્રમાણ સતત વધતું જાેવા મળી રહ્યું છે. રોજ બરોજ કોઈ પણ અગમ્ય કારણો સર બે થી ત્રણ આપઘાતના બનાવ સામે આવતા હોય છે ત્યારે ૮ મહિના પૂર્વે જ લગ્ન કરનાર યુવકને ઘરે મોડા આવવા બાબતે પત્ની સાથે ઝઘડો થતા તળાવમાં પડતું મૂકી આપઘાત કરી લેતા પરિવારમાં અરેરાટી વ્યાપી ગઈ છે. રાજકોટ શહેરના રાંદરડા તળાવમાં એક યુવાનની લાશ પડી હોવાની જાણ કંટ્રોલમાં થતા ફાયર બ્રિગેડ સ્ટાફે દોડી જઈ મૃતદેહ બહાર કાઢ્યો હતો દરમ્યાન આજી ડેમ પોલીસ મથકના જમાદાર હેમતભાઈ ધરજીયા સહિતના સ્ટાફે દોડી જઈ તપાસ કરતા મૃતક ગુજરાત હાઉસિંગ બોર્ડના ક્વાટરમાં રહેતો હમીદ સલીમભાઈ મડમ (ઉ.વ.૨૮) હોવાનું જાણવા મળ્યું હતું. યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પીટલે ખસેડી તપાસ કરતા એવું જાણવા મળ્યું હતું કે મૃતક બે ભાઈમાં મોટો હતો અને ગોંડલ ચોકડી પાસે ટ્રાવેલ્સ ઓફ્સિમાં બુકિંગનું કામ કરતો હતો. ૮ મહિના પૂર્વે જ તેના લગ્ન થયા હોય થોડા દિવસોથી ઘરે મોડો જતો હોવાથી પત્ની સાથે ચડભડ થતી રહેતી હતી જેથી રાત્રે પણ આ મુદ્દે ઝઘડો થતા ગઈકાલે આ પગલું ભરી લીધું હોવાનું જાણવા મળ્યું છે.
રાજકોટમાં પત્ની સાથે ઝઘડો થતા પતિએ તળાવમાં પડતું મૂકી જીવન ટૂંકાવ્યું

Recent Comments