fbpx
ગુજરાત

રાજકોટમાં પ્રેમ લગ્ન કરનાર બહેનનાં પતિને સમાધાન માટે બોલાવી સાળાએ પતાવી દીધો

રાજકોટમાં ફરી એક વખત પ્રેમનો કરુણ અંજામ સામે આવ્યો છે. જામનગરના સુનીલ જાદવને તેના સાળાએ સમાધાન માટે બોલાવી ઢોર માર માર્યો હતો. જેમાં સુનિલનું સારવાર દરમિયાન મોત થતા પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.. રાજકોટના કુવાડવા રોડ પર પાંચ દિવસ પહેલા જામનગરના સુનિલ જાદવ નામના યુવકને ઢોર માર મારવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી હતી. જેમાં સારવાર દરમિયાન સુનિલ જાદવનું મોત થતા બનાવ હત્યામાં પલટાયો હતો. પોલીસ તપાસમાં મૃતક સુનિલ જાદવને તેના સાળા રવિ પરમાર અને તેના મિત્ર દ્વારા જ ઢોર માર મારવામાં આવ્યો હતો. ઇજાગ્રસ્ત હાલતમાં સુનિલ જળવને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

જાેકે તેની સારવાર દરમિયાન આજે સવારે તેનું મોત થયું હતું. પોલીસે આરોપી રવિ સામે હત્યાની કલમો ઉમેરી તપાસ શરૂ કરી છે. મૃતક સુનિલ જાદવના પરિવારજનોએ કહ્યું હતું કે, સુનિલનું સાળા રવિએ ૧૨ તારીખે સમાધાનના નામે મળવા માટે બોલાવ્યો હતો. કુવાડવા રોડ પર ટાયરના ડેલામાં લઇ જઇ રવિ અને તેની સાથે રહેલા અન્ય એક શખ્સે લોખંડના પાઇપ વડે માર માર્યો હતો. બહેન સાથે પ્રેમ લગ્ન કર્યા હોવાથી ખાર રાખી રવીએ સગા બનેવી સુનિલ જાદવને મોતને ઘાટ ઉતારી દીધો હતો. પરિવારજનોએ પોલીસ સમક્ષ આરોપીને તાત્કાલિક અસર થી ધરપકડ કરવાની માંગ કરી છે. રાજકોટમાં પ્રેમ સબંધનો કરુણ અંજામ સામે આવ્યો છે. પોલીસે આરોપીની શોધખોળ શરૂ કરી છે. પોલીસ ક્યાં સુધીમાં હત્યાના ગુનામાં આરોપીની ધરપકડ કરે છે તે જાેવું રહ્યું.

Follow Me:

Related Posts