fbpx
ગુજરાત

રાજકોટમાં ફિટનેસ ટ્રેનરને પોલીસે ટ્રાફિકના પાઠ ભણાવ્યાનિયમોને નેવે મૂકી જાહેરમાં રીલ્સ બનાવતી હતી, બાદમાં માફી માંગી

રાજકોટમાં ફિટનેસ ટ્રેનરને રોડ પર રીલ્સ બનાવવી ભારે પડી. માલવીયા નગર પોલીસે ૈંઁઝ્ર ૨૮૩ મુજબ ગુનો દાખલ કર્યો છે. દીના પરમાર (ઉવ.૪૦) દ્વારા જાહેર રોડ પર રીલ બનાવવામાં આવી હતી. ૧૮ સપ્ટેમ્બર ના રોજ સવારે ૯ઃ૦૦ વાગ્યા આસપાસ રોડ પર રીલ્સ બનાવી હતી. ટ્રાફિકને અડચણ થાય તે પ્રકારની આ રીલ હોવાથી પોલીસે તેના પર કાર્યવાહી કરી છે. ફિટનેસ ટ્રેનરે ટ્રાફિકના નિયમોનું પાલન કરવાનું કહી માફી માંગી છે. નિયમોને નેવે મૂકી જાહેરમાં રીલ્સ બનાવવા બદલ માફી માંગી છે. પોતે ટ્રાફિક નિયમનનું પાલન કરતી હોય તેમ જ માફી માગતી હોય તે પ્રકારનો વીડિયો શેર કર્યો છે.

Follow Me:

Related Posts