રાજકોટમાં ફૂટબોલ રમી રહેલા સ્ટૂડન્ટનું હાર્ટ એટેકથી મોત થયું
રાજકોટમાં હાર્ટ એટેકથી મોત થવાની બે ઘટના બની છે. એક યુવક યુવક ફૂટબોલ રમતી વખતે જ્યારે અન્ય યુવકે ક્રિકટ રમતી વખતે હાર્ટ એટેક આવતા જીવ ગુમાવ્યો છે. ફૂટબોલ રમતી વખતે મોતને ભેટેલા કૉલેજના વિદ્યાર્થીની ઉંમર માત્ર ૨૧ વર્ષની હતી. રાજકોટમાં ક્રિકેટ રમતા યુવકને માથામાં બોલ વાગ્યા પછી હાર્ટ એટેક આવવાની ઘટના બન્યા પછી વધુ એક ઘટના શહેરમાં બની છે જેમાં ફૂટબોલ રમતા યુવકનું હાર્ટ એટેકથી મોત થયું હતું. ફૂટબોલ રમતી વખતે મોતને ભેટેલો યુવક અન્ય રાજ્યનો છે, જે રાજકોટમાં અભ્યાસ કરતો હતો. રાજકોટમાં ૨૧ વર્ષના વિવેક કુમાર નામના યુવકનું ફૂટબોલ રમતી વખતે હાર્ટ એટેકથી મોત થઈ ગયું છે.
ફૂટબોલ રમતી વખતે વધુ શારીરિક કષ્ટ થવાથી યુવકનું મોત થયું હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. રાજકોટની મારવાડી કૉલેજમાં અભ્યાસ કરતા વિવેક કુમારનું ફૂટબોલ રમતી વખતે મોત થયું હતું જે મૂળ ઓડિશાનો છે. હવે વિવેકના મોતને લઈને વધુ તપાસ કરવા માટે પોસ્ટમોર્ટમ કરવામાં આવશે. યુવકનું અચાનક મોત થતા કૉલેજમાં ભણતા અન્ય વિદ્યાર્થીઓને ભારે આંચકો લાગ્યો છે. વિવેક કુમાર ફૂટબોલ રમી રહ્યો હતો ત્યારે અચાનક ઢળી પડતા તેની સામે રમી રહેલા ખેલાડીઓને આંચકો લાગ્યો હતો.
તમામ ખેલાડીઓ એકઠા થઈ ગયા હતા અને યુવકને બચાવવાની જરુરી કોશિશ થાય તે પહેલા જ તેણે જીવ ગુમાવી દીધો હતો. આવી જ અન્ય એક ઘટના રાજકોટ શહેરમાં બની છે જેમાં ક્રિકેટમાં બેટિંગ કરતી વખતે રમતા રવિ વેગડા નામના વ્યક્તિને માથામાં બોલ વાગ્યો હતો. જે બાદ તેણે રનર રાખીને ૨૨ રન કરી દીધા હતા. જાેકે રવિ કારમાં બેસીને મેચ જાેઇ રહ્યો હતો એ દરમિયાન જ હાર્ટ એટેક આવ્યો અને ઢળી પડ્યો હતો. રવિને હોસ્પિટલ લઇ જવામાં આવ્યો હતો પરંતુ તેનો જીવ બચાવી શકાયો નહોત.
Recent Comments