રાજકોટમાં ફ્લેટ પર ગેરકાયદેસર કબજાે કરી પચાવી પાડવામાં આવ્યો૨૦૧૪માં બે-ચાર મહિના માટે ફ્લેટ ભાડે આપ્યો હતો

૭૫ વર્ષીય જયપ્રકાશ સાપરીયા નામના મિકેનિકલ એન્જિનિયર દ્વારા લેન્ડ ગ્રેબિંગ એક્ટ અંતર્ગત જયેશ સાવલાણી, મીનાક્ષી સાવલાણી અને જય સાવલાણી નામના પતિ-પત્ની અને પુત્ર વિરુદ્ધ પ્રદ્યુમન નગર પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી છે. આરોપીઓ દ્વારા ૨૦૧૪માં બે-ચાર મહિના માટે ફ્લેટમાં રહેવા આપવાનું જણાવવામાં આવ્યું હતું. ત્યાર બાદ આજ દિવસ સુધી ફ્લેટ ખાલી નહીં કરી તેમજ ફ્લેટ પર આવશો તો હાડકા ભાંગી નાખવાની ધમકી આપી હોવાનું સામે આવ્યું છે. સમગ્ર મામલે આરોપીઓ દ્વારા ફ્લેટ પર ગેરકાયદેસર કબજાે કરી પચાવી પાડવામાં આવ્યો છે.
Recent Comments