રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની તમામ ગાઇડલાઈનનું નિયમિત પાલન કરવા ઉપરાંત આઈએમએ દ્વારા અપાયેલી માર્ગદર્શિકાનું પાલન કરવામાં આવે તો કોરોનાથી આસાનીથી બચી શકાય. વિદ્યાર્થીઓ અને વાલીઓ તેમજ શાળાના સ્ટાફે પૂરી સાવચેતી રાખવી જરૂરી છે પરંતુ ખોટી રીતે ગભરાવાની જરૂર નથી. રસી લીધી હોય તેમણે પણ તકેદારી રાખવી જાેઈએ. ઇન્ડિયન મેડિકલ કાઉન્સિલના તબીબોએ જે માર્ગદર્શિકા જાહેર કરી છે તેનું રાજકોટની દરેક શાળા પાલન કરે તે માટેની વ્યવસ્થા કરવામાં આવશે. આ ઉપરાંત સ્કૂલે આવતા દરેક બાળકના સ્વાસ્થ્ય ઉપર પણ હવે દરેક શાળા સંચાલક અને શિક્ષકો નજર રાખશે. બાળકને જરા પણ તબિયત નાદુરસ્ત હશે તો રજા અપાશે.
વાલીઓ પણ બાળકોનું સ્વાસ્થ્ય સારું ન હોય તો સ્કૂલે ન મોકલેકોરોનાના નવા વેરિયેન્ટ ઓમિક્રોનનું સંક્રમણ ધીમે ધીમે વધી રહ્યું છે ત્યારે સુરતમાં કેટલાક વિદ્યાર્થીઓ સંક્રમિત થતા રાજકોટમાં શાળા સંચાલકો એલર્ટ થયા છે. વિદ્યાર્થીઓ અને વાલીઓમાં આ મુદ્દે જાગૃતતા અને કોરોનાની ગાઈડલાઈનનું સંપૂર્ણપણે પાલન થાય તે માટે રાજકોટ ર્સ્વનિભર શાળા સંચાલક મંડળના હોદ્દેદારોએ તાજેતરમાં જ ૈંસ્છ (ઇન્ડિયન મેડિકલ એસોસિએશન)ના તબીબો સાથે ખાસ બેઠક કરી માર્ગદર્શન લીધું હતું અને રાજકોટની તમામ શાળાઓમાં તબીબોએ સૂચવેલી માર્ગદર્શિકા લાગુ કરવા પ્રક્રિયા હાથ હાથ ધરી છે. તબીબોએ આપેલી માર્ગદર્શિકા પ્રમાણે સ્કૂલમાં કોવિડના નવા નિયમો અમલી થશે જેમાં દરેક શાળામાં કોઈપણ વિદ્યાર્થીને સામાન્ય શરદી, તાવ કે ઉધરસ હોય તો તેને સ્કૂલમાં પ્રવેશ નહીં અપાય. આ ઉપરાંત વિદ્યાર્થીઓ વોટર બોટલમાં ગરમ પાણી લાવે અને નાસ્તામાં ઠંડી વસ્તુને બદલે ગરમ તાજાે બનાવેલો નાસ્તો લાવે તે જરૂરી છે. સ્કૂલમાં પણ હવે દરેક બાળકોના સ્વાસ્થ્ય પર શાળા સંચાલકો અને શિક્ષકો નજર રાખશે.
Recent Comments