રાજકોટમાં બીઆરટીએસ બસના કિલોમીટર પુરા, ૩૦ જુનથી ૩૫ ઈલેકટ્રીક બસ દોડશે
રાજકોટમાં ૧૦ બીઆરટીએસ બસના કિલોમીટર પુરા થતા બીઆરટીએસ બસ સેવા મહિનાના અંત સુધી જ ચાલુ રહેનાર છે તેના બદલામાં હવે શહેરના રાજમાર્ગો ઉપર ૩૦ જુનથી ઈલેકટ્રીક બસ શરૂ કરવાનુ મહાપાલિકા વિચારી રહી છે તેમ મેયર ડો. પ્રદિપ ડવે જણાવ્યું હતું.
સિટી બસના કારણે થતું પ્રદુષણ ઘટાડવાના ભાગરૂપે બી.આર.ટી.એસ. તથા સિટી બસ સેવામાં ૫૦ મીની કુલિંગ એ.સી. ઈલેક્ટ્રીક બસ ગ્રોસકોસ્ટ મોડેલથી પીએમઆઇ ઈલેક્ટ્રોનિક મોબિલીટી સોલ્યુસન પ્રા.લિ. દિલ્હી પાસેથી ખરીદવાનું મંજુર કરવામાં આવેલ છે. જેના અનુસંધાને હાલમાં, ૧ ઈલેક્ટ્રીક બસ ટ્રાયલ ઝોન માટે આવતા બીઆરરએસ રૂટ ઉપર શરૂ કરવામાં આવેલ આ રૂટ ઉપર ટ્રાયલ સફળ થતા હવે મેટોડાથી આજી ડેમ સુધી આજથી બે દિવસ ટ્રાયલ શરૂ કરવામાં આવનાર છે.
ઇલેકટ્રીક બસની ટેસ્ટિંગ બાદ અને કેન્દ્ર સરકારની ટેસ્ટિંગ સર્ટિફિકેટ આવ્યા બાદ ૩૦ જુનથી ઈલેક્ટ્રીક બસ શહેરમાં ચલાવવામાં આવશે. તે પછી ૩૫ ઈલેક્ટ્રીક બસ રાજકોટ મહાનગરપાલિકાને મળી જશે. ઈલેક્ટ્રીક બસના ચાર્જીંગ માટે ૮૦ ફૂટ રોડ પર ચાર્જીંગ પોઈન્ટની કામગરી ચાલુ છે જે ટૂંક સમયમાં પૂર્ણ થઇ જશે.
ઈલેક્ટ્રીક બસમાં ૨૪ ૩=૨૭ સીટિંગની સુવિધા હશે. આ ઉપરાંત રાજકોટ શહેરમાં જુદી જુદી જગ્યાએ ૪૦ સ્માર્ટ સિટી બસ સ્ટોપ બનાવવાનું આયોજન છે. જેમાં ૨૦ બસ સ્ટોપની કામગીરી પૂર્ણ થયેલ છે અને ૨૦ બસ સ્ટોપ અગામી ૩૦ જુન સુધીમાં પૂર્ણ થઇ જશે. હૈયાત જુના ૭૪ બસ સ્ટોપમાં જે બસ સ્ટોપને રીનોવેશન કરવાની જરૂર જણાશે તે બસ સ્ટોપનું રીનોવેશન કરાશે અને બસના ટાઈમ ટેબલ ખરાબ થઈ ગયા ત્યાં ફરીથી નવા ટાઈમ ટેબલ લગાડવા કાર્યવાહી હાથ ધરાશે.
Recent Comments