fbpx
સૌરાષ્ટ - કચ્છ

રાજકોટમાં બેકાબૂ ટ્રકે બાઇકચાલકને હડફેટે લેતાં ફિયાન્સીનું મોત, યુવક ગંભીર

રાજકોટમાં ગત રાત્રિએ રૈયા ટેલિફોન એક્સચેન્જ નજીક અકસ્માતમાં ૨૩ વર્ષીય યુવતીનું મોત નીપજ્યું છે. સિગ્નલ પર સ્ટોપ લાઈટ દરમિયાન ટ્રકચાલકથી બ્રેક ન લગતાં અકસ્માત સર્જાયો હતો અને મોટરસાઇકલ પર જતાં યુવક- યુવતી સાથે અકસ્માત સર્જ્‌યો હતો અને બન્નેને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયાં હતાં, જ્યાં ટૂંકી સારવાર દરમિયાન યુવતીનું મોત થયું છે. ઉલ્લેખનીય છે કે બન્નેની એક વર્ષ પહેલાં જ સગાઈ થઈ હતી.

પ્રાપ્ત વિગત મુજબ, ગત રાત્રિના સમયે રાજકોટના ૧૫૦ ફૂટ રિંગ રોડ પર રૈયા ટેલિફોન એક્સચેન્જ નજીક ટ્રક અને મોટરસાઇકલ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. રાજ વાઘેલા અને તેમની મંગેતર દૃષ્ટિ પરમાર વાહન પર જતાં હતાં. રાજ તેની મંગેતર દૃષ્ટિ ને ઘરે મૂકવા જતો હતો, અચાનક ટેલિફોન એક્સચેન્જ ખાતે સિગ્નલ પર સ્ટોપ લાઈટ થતાં વાહન ટ્રક સાથે અથડાઈ હતું.

ભંગાર ભરેલી ટ્રક સાથે વાહન અકસ્માત સર્જાતાં રાજ વાઘેલાને પગ અને તેની મંગેતર દૃષ્ટિ પરમાર ટ્રકના ટાયર વચ્ચે ફસાઈ જતાં તેના પેટના ભાગે ગંભીર ઇજા પહોંચતાં ફાયરબ્રિગેડના જવાનોએ મહામહેનતે બહાર કાઢી સારવાર અર્થે ખસેડવામાં આવી હતી, જ્યા ટૂંકી સારવાર દરમિયાન તેનું મોત થવા પામ્યું છે. ઉલ્લેખનીય છે કે ૨૩ વર્ષીય મૃતક યુવતી દૃષ્ટિ પરમારની રાજ વાઘેલા નામના યુવક સાથે એક વર્ષ પૂર્વે સગાઈ થઈ હતી.

અન્ય એક અકસ્માતની ઘટનામાં કાલાવાડ રોડ પર મેટોડા નજીક સફેદ વેન્ટો કારનો અકસ્માત સર્જાયો હતો, જેમાં કારચાલકનો આબાદ બચાવ થયો છે. ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલાં અહીં જ એસટી બસ અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં ૫ વિદ્યાર્થી મૃત્યુ પામ્યા હતા.

Follow Me:

Related Posts