fbpx
ગુજરાત

રાજકોટમાં મધુવન સ્કૂલમાં ગેરકાયદેસર બાંધકામના કારણે વિવાદ થયો

રાજકોટની મધુવન સ્કૂલ ગેરકાયદેસર બાંધકામના લીધે વિવાદમાં આવી છે. રાજકોટની મધુવન સ્કૂલે ગેરકાયદેસર રીતે ત્રણ માળ ભા કરી દીધા છે. તેને બીયુ વગર જ ફાયર એનઓસી પણ અપી ગઈ છે. રાજકોટની મધુવન સ્કૂલ ગેરકાયદેસર બાંધકામના લીધે વિવાદમાં આવી છે. રાજકોટની મધુવન સ્કૂલે ગેરકાયદેસર રીતે ત્રણ માળ ભા કરી દીધા છે. તેને બીયુ વગર જ ફાયર એનઓસી પણ અપી ગઈ છે. આ બાંધકામ ૨૦૨૦ની સાલમાં કરવામાં આવ્યું છે. ભાજપના ઉપપ્રમુખ અને સ્કૂલ સંચાલકે પરિમલ પરવડાએ નિવેદન આપતા જણાવ્યું હતું કે અમે આ અંગેની ફાઇલ ઇમ્પેક્ટ ફીમાં મૂકેલી છે. ૨૦૨૨માંઅમને નોટિસ આપવામાં આવી હતી.

રિનોવેશન ચાલતુ હતુ ત્યારે નોટિસ આપવામાં આવી હતી. હવે આ વિવાદ ફરીથી ઊભો થયો છે ત્યારે કોર્પોરેશન અમને જે પ્રકારની સૂચના આપશે તે મુજબ અમે કામ કરીશું. હાલમાં સ્કૂલમાં ૮૦૦ જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. સ્કૂલને ફક્ત બે માળની જ મંજૂરી છે અને અન્ય મંજૂરી માટે ફાઇલ મૂકેલી છે. જાે કે મધુવન સ્કૂલે જ ગેરકાયદે બાંધકામ કર્યુ હોય તેવો કંઈ પહેલો બનાવ નથી. આ અગાઉ રાજકોટ શહેરના મવડી વિસ્તારમાં બાપા સીતારામ ચોક પાસે શ્રીહરિ સોસાયટીમાં આવેલી જય કિશન સ્કૂલનું નવું બિલ્ડિંગ ગેરકાયદેસર ધમધમતું હોવાનુ સામે આવ્યુ છે. જેમાં સ્કૂલ સંચાલક મિલન વેકરીયા દ્વારા બિલ્ડીંગ યુઝ પરમિશન તેમજ કમ્પ્લીસન સર્ટિફિકેટ ઉપરાંત ફાયર એનઓસી મેળવવામાં આવ્યું ન હતું. તેમ છતાં અહીં ૬૦૦ જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે ત્યારે તેમના જીવ ઉપર જાેખમ સર્જાયું છે.

સૂચિત જગ્યા ઉપર ગેરકાયદેસર રીતે બાંધકામ કરવામાં આવ્યું હોવાનું સામે આવતા જ સૌપ્રથમ આ સ્કૂલમાં નળ કનેક્શન અને વીજ કનેક્શન કાપવામાં આવશે. આ ઉપરાંત ગેરકાયદેસર બિલ્ડિંગમાં ધમધમતુ શિક્ષણકાર્ય બંધ કરાવવામાં આવશે. બાદમાં બિલ્ડિંગ ડિમોલેશન કરવામાં આવશે. મ્ેં પરવાનગી શાળા પાસે ન્હોતીઃ મળતી વિગત મુજબ રાજકોટ શહેરના મવડી પાસેના બાપા સીતારામ ચોક પાસે શ્રી હરિ સોસાયટીમાં જયકિશન સ્કૂલનુ નવું બિલ્ડિંગ બિલ્ડિંગ યુઝ પરમિશન મેળવવામાં આવી નથી. વર્ષ ૨૩ મે, ૨૦૨૩ માં ટાઉન પ્લાનિંગ ઓફિસર મનસુખ સાગઠીયાએ ગેરકાયદેસર બાંધકામ ૨૬૦ (૨) મૂજબ તોડી પાડવા માટે નોટિસ આપી હતી અને ત્યારબાદ સાત દિવસમાં જવાબ આપવાનો આદેશ અપાયો હતો. જાેકે બાદમાં છેલ્લા દોઢ વર્ષથી કાર્યવાહી કરવામાં આવી નથી. આ મામલે જ્યારે મીડિયાની ટીમ સ્કૂલ પર પહોંચી તો સ્કૂલના સત્તાવાહકો દ્વારા એવો રૂઆબ કરવામા આવ્યો કે મવડી પ્લોટ સૂચિતમાં છે અને તેમાં ઘણી બધી સોસાયટીઓ ગેરકાયદેસર રીતે ધમધમી રહી છે.

Follow Me:

Related Posts