ગુજરાત

રાજકોટમાં માલધારી મહિલાઓ અને સુરક્ષા કર્મચારીઓ વચ્ચે ઝપાઝપીમાલધારીઓએ ઢોર પકડનારી ટીમના કર્મચારીઓના કપડા ફાડી નાખ્યા

રાજ્યમાં અવારનવાર મારામારી કે જૂથ અથડામણની ઘટનાઓ સામે આવતી હોય છે. તો રાજકોટમાં ઢોર પકડ પાર્ટી અને માલધારીઓ વચ્ચે ઝપાઝપીની ઘટના બની છે. રાજકોટના ગાંધીગ્રામના લાખના બંગલા મેઈન રોડ પર આ ઝપાઝપીની ઘટના બની હતી. માલધારી મહિલાઓ અને સુરક્ષા કર્મચારીઓ વચ્ચે ઝપાઝપી થઈ હતી. મનપાની ટીમ ગાંધીગ્રામ વિસ્તારમાં ઢોર પકડવાની કામગીરી હાથ ધરી હતી.માલધારીઓએ ઢોર પકડનારી ટીમના કર્મચારીઓના કપડા ફાડી નાખ્યા હતા. એનિમલ ન્યુસન્સ કંટ્રોલ અધિકારી ફરિયાદ નોંધાવશે તેમજ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ માટે તજવીજ કરવામાં આવ્યા છે. રાજકોટ મહાનગરપાલિકાએ કરેલી દરખાસ્તમાં દંડની રકમ ૧ હજારથી વધારીને ૩ હજાર રૂપિયા કરવી, બીજી વખત ઢોર પકડાય તો તેનો દંડ ૪૫૦૦ રૂપિયા અને ત્રીજી વખત પકડાય તો તેનો દંડ ૬૫૦૦ રૂપિયા કરવો અને આ ઉપરાંત દરેક માલધારીઓએ પોતાના પશુઓનું ફરજીયાત રજીસ્ટ્રેશન કરાવવા અંગેની દરખાસ્ત મુકવામાં આવી હતી.

Follow Me:

Related Posts