સૌરાષ્ટ - કચ્છ

રાજકોટમાં મોદીના આગમન પૂર્વે ભાજપના અસંતુષ્ટોની બેઠક મળી

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા રાજકોટના પૂર્વ વિસ્તારમાં રાજકારણ ગરમાયું છે. કારણ કે ભાજપના અસંતુષ્ટોના એક જૂથે ફરીવાર ટિફિન બેઠક કરી હતી.અરવિંદ રૈયાણીની સામે હરિફ સંભવિત દાવેદારોએ બેઠક કરી હતી. આ બેઠકમાં ચૂંટણીમાં દાવેદારીને લઇને ચર્ચા થઇ હોવાનું જાણવા મળી રહ્યું છે. મળતી માહિતી મુજબ, પોતાના જૂથમાંથી ટિકિટ મળે તે માટે લોબિંગ ચાલુ કર્યું છે. આ બેઠકમાં પૂર્વ ડે.મેયર વલ્લભ દુધાત્રા, અશ્વિન મોલિયા, કોર્પોરેટર મુકેશ રાદડિયા અને દલસુખ જાગાણી સહિતના આગેવાનો એકત્ર થયા હતા. રાજકોટમાં પૂર્વ વિધાનસભા વિસ્તાર બેઠક પર હાલના ધારાસભ્ય તરીકે વાહનવ્યવહાર મંત્રી અરવિંદ રૈયાણી છે. આગામી વિધાનસભાની ચૂંટણીમાં જે પ્રબળ ઉમેદવારો છે અને જેમની દાવેદારી લગભગ નિશ્ચિત માનવામાં આવી રહી છે. તેમાં અરવિંદ રૈયાણીનું નામ જ મોખરે ચાલી રહ્યુ છે.

જાે કે આ બધાની વચ્ચે ભાજપનું જ એક જુથ નારાજ જાેવા મળી રહ્યુ છે. ગઇકાલે રાજકોમાં જે ભાજપનું અસંતોષ જુથ છે તેમના દ્વારા ટિફિન બેઠકનું આયોજન કરવામાં આવ્યુ હતુ. તેમાં તમામ અસંતોષ જુથ અને જેમાંથી કેટલાક લોકો દાવેદાર પણ છે તેમના દ્વારા ચૂંટણીને લઇને ચર્ચા કરવામાં આવી હતી. ગુજરાતમાં ચૂંટણી નજીક આવતા કેન્દ્રીય ચૂંટણીપંચની ટીમ ચાર દિવસીય ગુજરાતના પ્રવાસે છે જેમાં વિવિધ જિલ્લામાં ચૂંટણીલક્ષી તૈયારીઓ અંગે અધિકારીઓ પાસે જરૂરી વિગતો મેળવી રહ્યાં છે. આ સાથે વિવિધ જિલ્લાના અધિકારીઓ સાથે ચૂંટણીલક્ષી તૈયારીઓ અને તે અનુસંધાને બેઠકો પણ યોજી રહ્યાં છે. ત્યારે ગઇકાલે રાજકોટમાં કેન્દ્રીય ચૂંટણી પંચની અધિકારીઓ સાથે બેઠક યોજાઈ હતી. નાયબ ચૂંટણી કમિશનર રુદયેશ કુમારની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી.

Related Posts