સૌરાષ્ટ - કચ્છ

રાજકોટમાં રિક્ષા ચાલકે ૭ વર્ષની બાળકી સાથે શારિરીક અડપલા કર્યા, માતાએ ફરિયાદ નોંધાવી

રાજકોટમાં યુવતીઓ, મહિલાઓ અને સગીરાઓ સલામત ન હોય તેમ વધુ એક શરમજનક ઘટના સામે આવી છે. મહિલાના ઘરમાં ઘુસી માર મારી લૂંટ કર્યા બાદ, યોગા ટીચરની છેડતી અને મહિલા પોલીસ પર હુમલા બાદ આજે પોપટપરાના યુસુફ નામના રીક્ષા ચાલકે માસુમ બાળકી સાથે અડપલાં કરી હવસખોરી આચરી હોવાની ઘટના સામે આવી છે. જેમાં મહિલાની ફરિયાદ બાદ પોલીસે તેના વિરૂધ્ધ આઇપીસી કલમ-૩૫૪ તથા પોક્સો એકટની કલમ-૭,૮ મુજબ ગુનો દાખલ કરી તેને સકંજામાં લેવા તપાસ તજવીજ હાથ ધરી છે. ફરિયાદ મહિલાએ જણાવ્યું હતું કે, મારે સંતાનમાં ચાર દીકરી તથા એક દીકરો છે. જેમાં સૌથી મોટી દીકરી ૧૧ વર્ષની છે. તેનાથી નાની દીકરી ૭.૫ વર્ષની છે. ત્રીજા નંબરની દીકરી ૬ વર્ષની છે અને સૌથી નાની દીકરી માહી ૩ વર્ષની છે. મોટી દીકરી ધોરણ ૪માં અભ્યાસ કરે છે અને તેનાથી નાની દીકરી ધોરણ ૩માં અભ્યાસ કરે છે. ગઇ કાલ તારીખ ૫ ડિસેમ્બર ૨૦૨૨ના રોજ હું મારા ઘરે હતી.

આ વખતે બપોરના મને પેટમાં દુઃખાવો થતાં મેં મારી બીજા નંબરની દીકરીને બપોરના ચારેક વાગ્યા આસપાસ જંકશન મેઇન રોડ પર આવેલા રાજુભાઈના સતનામ પ્રોવીઝન સ્ટોર નામની દુકાને સોડા લેવા મોકલી હતી. મારી દીકરી સોડા લેવા ગઈ હતી પરંતુ મોડું થયું હતું જેથી મેં બહાર નીકળી જાેયું પરંતુ ક્યાંય દેખાઈ નહીં જેથી હું ઘરમાં મારો દીકરો રડતો હતો તેથી તેની પાસે ગઈ હતી. આશરે ૨૦થી ૨૫ મિનિટ બાદ મારી દીકરી સોડા લઇને ઘરે આવતા મેં કહ્યું કે, સોડા લેવામાં આટલું મોડું કેમ થયું? જેથી મારી દીકરીએ મને કહ્યું કે, ”હું સોડા લઇને આવતી હતી ત્યારે દુકાનની ઉપર રહેતા રીક્ષાવાળા ભાઈ મને તેડીને તેમના ઘરે લઇ ગયા અને રૂમનો આકડીયો અંદરથી બંધ કરી દીધો હતો.

અને મને ગાલ પર હાથ ફેરવવા લાગ્યા અને હોઠ પર કિસ કરવા લાગ્યા અને મને નીચે સુવડાવી દીધી હતી. મને છાતીએ તેમજ નીચે ગુપ્તાંગ પર હાથ ફેરવવા લાગ્યા અને મારું મોઢું એકદમ પકડી અને મારી ઉપર સુઈ ગયા હતા જેથી મેં રાડારાડી કરતા તે સમયે કોઈએ રૂમનો દરવાજાે ખખડાવતા આ રીક્ષાવાળા ભાઈ એકદમ ઉભા થઈ ગયા અને દરવાજાે ખોલી મને બહાર કાઢી મૂકી હતી. મારી સાથે બળજબરી કરી હોય અને પેટ તથા ડોક ઉપર જાેર કર્યું હોવાથી મને દુખતુ હતું. હું ચાલી પણ નોતી શકતી અને માંડમાંડ હું ઘરે આવી તેમ વાત મારી દીકરીએ મને કરતા હું તરત મારી દીકરીને લઇને પ્રોવીઝન સ્ટોરની ઉપર રહેતા અમારી જ્ઞાતીના યુસુફભાઈના ઘરે ગઈ તો યુસુફભાઈ ઘરે હાજર હતા.

મેં યુસુફભાઈને બનાવની વાત કરી તો યુસુફભાઈએ કહ્યું કે, તમારી દીકરી સોડા લઇને જતી હતી ત્યારે પડી ગઈ હતી. મેં તેને ઉભી કરી અને હું કાંઈ તેને ઘરમાં લઈ ગયો નથી તેમ વાત કરી હતી. આ યુસુફભાઈ તેનું ઘર બંધ કરી જતો રહ્યો હતો બાદમાં મેં મારા પતિને ફોન કરી બોલાવેલા. મારાત પતિ ઘરે આવી જતા તેઓને મેં બનાવની વાત કરી અને મોડી રાત્રી થઈ ગઈ હોય જેથી અમે આજરોજ અહીં પોલીસ સ્ટેશન ખાતે આવેલ અને બનાવની જાહેરાત કરી છે. યુસુફભાઈ રીક્ષાવાળાએ મારી દીકરી સોડા લેવા ગઈ ત્યારે તેને તેડી તેના ઘરમાં લઇ જઈ હોટ પર કિસો કરી છાતીએ તથા ગુપ્ત ભાગે હાથ ફરેવી બળજબરીથી નીચે સુવડાવી તેની માથે સુઈ જઈ બળજબરી કરી છેડતી કરી હોય તો આ યુસુફભાઈ રીક્ષાવાળા સામે કાર્યવાહી કરવા મારી ફરિયાદ છે.

Follow Me:

Related Posts