fbpx
સૌરાષ્ટ - કચ્છ

રાજકોટમાં રૌફ જમાવવા હવામાં ફાયરિંગ કરી ઈસમ ફરાર

શહેરની ભાગોળે કાલાવડ રોડ પર આવેલી મોટેલ ધી વિલેજ હોટલ સામે રોડ પર કાર પાસે ઊભા રહી એક શખસ હવામાં ફાયરિંગ કરતો હોય એવો વીડિયો ફરતો થયો હતો, હવામાં ફાયરિંગના ધડાકા વીડિયોમાં સ્પષ્ટ સંભળાતા હતા, ભડાકા કરનાર વાજડીનો રમેશ ખિમાણિયા હોવાનું ખૂલ્યું હતું, આ મામલો પ્રકાશમાં આવતાં જ યુનિવર્સિટી પોલીસ હરકતમાં આવી હતી. હવામાં ફાયરિંગ કરનાર વાજડીનો રમેશ હોવાનું સ્પષ્ટ થતાં તેની શોધખોળ શરૂ કરવામાં આવી હતી,

પરંતુ તે તેના ઘરે મળી આવ્યો નહોતો. ભાજપ આગેવાનનો ભત્રીજાે રમેશ ખિમાણિયા મેટોડા વિસ્તારમાં હથિયાર સાથે આંટાફેરા કરીને વેપારીઓ અને ઉદ્યોગપતિઓને હેરાન કરતો રહે છે, માથાભારે શખસ ત્રાસ આપતો હોવા છતાં તેની સામે અવાજ ઉઠાવવાની કોઇ હિંમત કરી શકતું નહોતું, હવામાં ફાયરિંગ કરી રોફ જમાવનાર રમેશ ખિમાણિયાની જાહેરમાં સરભરા કરી પોલીસ તેને કાયદાનું ભાન કરાવે તેવી લોકોમાં માગ ઊઠી હતી.

Follow Me:

Related Posts