સૌરાષ્ટ - કચ્છ

રાજકોટમાં લગ્નની લાલચ આપી યુવકે યુવતી સાથે શરીર સુખ માણી તરછોડતા ફરિયાદ

૨૧મી સદીની આજની પેઢી સોશિયલ મીડિયાની દિવાની બની છે, પરંતુ ઘણી વખત આજ સોશિયલ મીડિયા તેમના માટે અભિશાપ બની જાય છે, તેવા અનેક ઉદાહરણો સામે આવ્યા હોવા છતાં યુવતીઓ તેમાંથી કોઈ બોધપાઠ લેતી નથી અને તેજ ભૂલ વારંવાર કરી બેસે છે. હાલ આવી જ એક ઘટના રાજકોટમાં આવી છે. રાજકોટમાં લગ્નની લાલચે અલગ અલગ સ્થળે લઈ જઈને યુવતી સાથે શરીરસંબંધ બાંધ્યા હતા. જ્યારે યુવતીને તેની સાથે છેતરાયા હોવાનો ખ્યાલ આવ્યો ત્યાં સુધીમાં મોડું થઈ ચૂક્યું હતું. આ ઘટના સંદર્ભે હાલ ફરિયાદ નોંધાઈ છે.

રાજકોટમાં યુવતી સાથે સોશિયલ મીડિયા એપ ઈન્સ્ટાગ્રામથી ઓળખ કેળવી પ્રેમસંબંધ બાંધી લગ્નની લાલચે સુરતનો અને મૂળ અમરેલીના ખરા ગામના શખ્સે બળાત્કાર આચર્યો છે. આ ઘટનામાં યુવતીને લગ્નની ના પાડી હડધૂત કરતા યુવતીએ ફરિયાદ નોંધાવતા મહિલા પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરવાની મથામણ કરી છે.

પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ રાજકોટમાં રહેતી યુવતીને ચાર વર્ષ પહેલા સોશિયલ મીડિયા એપ ઈન્સ્ટાગ્રામથી મૂળ અમરેલીના ખરા ગામનો અને હાલ સુરતના મોટા વરાછામાં રહેતો ગૌતમ મેરામ ગરણીયા સાથે ઓળખ થઇ હતી. તે દરમ્યાન બંને વચ્ચે પ્રેમ સંબંધ થતા લગ્નની લાલચ આપી અવાર-નવાર અલગ-અલગ સ્થળે લઇ જઈ મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હતું.

થોડા દિવસ પહેલા યુવતીએ લગ્ન કરવા અંગે વાત કરતા ઝઘડો કરી હડધૂત કરી નાશી ગયાનું જણાવતા મહિલા પોલીસ મથકના પી.એસ.આઈ. ગઢવીએ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરવા અંગે મથામણ કરી છે.

Related Posts