સૌરાષ્ટ્રમા કોરોના કહેર દિનપ્રતિદિન વધતો જાેવા મળી રહ્યો છે. ત્યારે, રાજકોટમાં કોરોનાના કારણે ફરી કોર્ટ બંધ થતા, કોર્ટ શરૂ કરવાની કરી હતી માંગ સાથે વકીલોએ સુત્રોચાર કરી વિરોધ કર્યો હતો. શહેરની ૩૪ કોર્ટ બંધ થતા વકીલોના વ્યવસાયને માંથી અસર પડી રહી છે.
રાજકોટ બાર એસોસિએશનના પૂર્વ પ્રમુખ દિલીપ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, કોરોનાના કેસ કોર્ટમાં આવે છે. ત્યારે, કોર્ટ બંધ ન રાખવી જાેઈએ. ઉલ્લેખનીય છે કે ,ગઈ કાલે બુધવારે ૨ જજ કોરોનાગ્રસ્ત થયા હતા. આ સાથે ૧૧ જેટલા કર્મચારીઓ કોરોનાના ઝપેટમાં પણ આવ્યા છે. ત્યારે, ફેમિલી કોર્ટ આવતા ૧૦ દિવસ માટે બંધ રાખવામાં આવી છે. આગામી ૧ એપ્રિલ સુધી તમામ કોર્ટની કાર્યવાહી બંધ રાખવામાં આવે તેવી રજુઆત ડિસ્ટ્રીક જજ દેસાઈને કરવામાં આવી હતી. જેનો વિરોધ આજ રોજ વકીલોએ કર્યો હતો.
Recent Comments