ગુજરાત

રાજકોટમાં વહેલી સવારથી જ ધુમ્મસ અને ઠંડી જેવું વાતાવરણ જાેવા મળિયું હિલ સ્ટેશન જેવા દ્રશ્યો સર્જાયા

રાજકોટમાં વહેલી સવારથી જ ધુમ્મસ જાેવા મળી રહ્યુ છે. ધુમ્મસના લીધે રાજકોટમાં રીતસરના હિલ સ્ટેશન જેવા દ્રશ્યો સર્જાયા હતા. ગાઢ ધુમ્મસને લઈને હાઈવે પર ચાલતા વાહનોની ગતિ ધીમી પડી ગઈ હતી. તેમા પણ ગાઢ ધુમ્મુસના લીધે કશું દેખાતું ન હોવાથી ભારે વાહનોના તો પૈડા જ થંભી ગયા હતા. રાજકોટમાં વહેલી સવારથી જ ધુમ્મસ જાેવા મળી રહ્યુ છે. ધુમ્મસના લીધે રાજકોટમાં રીતસરના હિલ સ્ટેશન જેવા દ્રશ્યો સર્જાયા હતા. ગાઢ ધુમ્મસને લઈને હાઈવે પર ચાલતા વાહનોની ગતિ ધીમી પડી ગઈ હતી.

તેમા પણ ગાઢ ધુમ્મુસના લીધે કશું દેખાતું ન હોવાથી ભારે વાહનોના તો પૈડા જ થંભી ગયા હતા. આના કારણે રાજકોટ શહેરમાં અને જિલ્લામાં વાહનચાલકોએ પણ સવારના પહોરમાં હેડલાઇટ ચાલુ રાખીને વાહનો ચલાવવા પડ્યા હતા. સામાન્ય રીતે તો આ સમયગાળા દરમિયાન રાજકોટમાં વાતાવારણ ચોખ્ખું રહેતું હોય છે અને દિવાળી પછી જ આ પ્રકારની પરિસ્થિતિ જાેવા મળે છે. પણ હાલમાં તો અત્યારથી જ રાજકોટમાં આ પ્રકારનું વાતાવરણ જાેવા મળી રહ્યુ છે. આ બતાવે છે કે રાજકોટમાં ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે.

ઠંડીએ સંભવતઃ રાજકોટના બારણે ટકોરા માર્યા છે. આગામી દિવસોમાં પણ આ પ્રકારનું વાતાવરણ જાેવા મળશે તો નવાઈ નહીં લાગે. આ અંગે હવામાન નિષ્ણાતનું કહેવું છે કે વાતાવરણમાં હજી પણ ભેજ હોવાના લીધે આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ચોમાસુ પૂરુ થવા આવ્યું, પરંતુ હજી પણ ભેજ ગયો નથી. તેથી હવે સૂકા પવનોનો પ્રવાહ શરૂ થવા લાગતા આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. રાજકોટના જસદણમાં પણ આવી જ પરિસ્થિતિ હતી. ગાઢ ધુમ્મસના લીધે વાહનચાલકોને હાલાકી પડી હતી. વાહનચાલકો માંડ-માંડ વાહન ચલાવી શકતા હતા. લોકોને ઠંડીનો અહેસાસ થવા લાગ્યો હતો. તેથી દિવાળી સમયથી જ ઠંડી દેખાય તો આશ્ચર્ય નહીં થાય.

Related Posts