રાજકોટમાં વી.જે. સન્સ પટોળાની દુકાનમાં ૭૫ લાખની ચોરી
રાજકોટમાં ચોરો કારમાં આવી દુકાનનું શટર તોડી ૭૫ લાખના પટોળાની ચોરી કરી ફરાર થયા
રાજકોટના વિરાણી હાઇસ્કૂલ પાછળ રામકૃષ્ણનગર ૩માં રહેતાં વિપુલભાઇ જીવરાજભાઇ વાઢેર નામના વેપારી સર્વેશ્વર ચોકમાં જાગનાથ પ્લોટ સામે સેફાયર કોમ્પલેક્ષમાં ‘વી.જે. સન્સ પટોળા’ નામની દુકાન ધરાવે છે. આ દુકાનનું શટર ઉંચકાવી અંદરનો કાચનો દરવાજા તોડી તસ્કરો પટોળાનો મોટો જથ્થો ઉઠાવી ગયાની જાણ થતાં તેઓ દુકાને પહોંચ્યા હતા. તપાસ કરતાં દુકાનમાંથી આશરે ૭૫ લાખની કિંમતના પટોળાના થેલા ચોરાઇ ગયાની જાણ થઇ હતી. જાેકે પૂરતી ગણતરી બાદ ખરેખર કેટલી કિંમતના પટોળા ચોરાયા એ જાહેર થશે. પોતે અહીં ચોરી થઇ તેની પાછળની સાઇડ સેલરમાં હતો. સવારે પાંચેક વાગ્યે તેને અને પત્ની દિલકુમારીને કાચ ફૂટવાનો અવાજ આવતાં જ પોતે આગળ દોડી આવ્યો હતો. ત્યારે તેણે સફેદ રંગની ઇકો કારમાં કેટલાક શખસોને વી.જે. સન્સ પટોળામાંથી થેલા ચોરીને ભાગતાં જાેયા હતાં. તેણે પડકાર કર્યો હતો પરંતુ ત્યાં સુધીમાં તસ્કરો કાર લઇ નીકળી ગયા હતાં. એ પછી ચોકીદારે વી.જે. સન્સના કારીગર મનોજ પરમારના પોતાની પાસે ફોન નંબર હોઇ તેણે જાણ કરી હતી.
મનોજે દુકાન માલિક વિપુલભાઇ જીવરાજભાઇ વાઢેરને જાણ કરતાં તેઓ દોડી આવ્યા હતાં. ઘટનાની જાણ થતાં એસઓજીની ટીમ, એ ડિવિઝન, ડી. સ્ટાફની ટીમ દોડી આવી હતી અને તપાસ આરંભી હતી. મોટેભાગે તેમની આ દુકાન બંધ રહે છે. આ દુકાનમાં પોતે તૈયાર પટોળા રાખે છે. હરિયાણા અને રાજસ્થાનથી પટોળાનો જથ્થો આવ્યો હોઇ ત્યારે બપોરે બેથી અઢી સુધી આ દુકાન ખોલી હતી અને પટોળા તેમાં રાખ્યા હતાં. એ પછી ચોરી થઇ ગઇ હતી. દુકાનની અંદરના સીસીટીવી કેમેરા પોલીસે ચેક કર્યા હતા. પરંતુ તેમાં રેકોર્ડિંગ બંધ હોવાનું જણાયું હતું. દુકાનદાર પણ રેકોર્ડિંગ નહીં થતું હોવાની વાતથી અજાણ હતા. હાલ પોલીસે બહારની સાઇડના સીસીટીવી કેમેરા ચેક કરી ફૂટેજ મેળવવા તજવીજ કરી હતી. ચોકીદારના કહેવા મુજબ તસ્કરો સફેદ રંગની ઇકો કારમાં આવ્યા હતાં અને કારની નંબર પ્લેટ પર સફેદ રંગની ચૂંદડી બાંધી હતી. તસ્કરો આવ્યા હોવાનું પણ ફૂટેજને આધારે પોલીસને જાણવા મળ્યું છે. આ દુકાનના કર્મચારીઓ પાસેથી વિશેષ માહિતી મેળવવા ક્રાઇમ બ્રાંચે તજવીજ હાથ ધરી છે.
અગાઉ પણ આ દુકાનમાં ગ્રાહકના સ્વાંગમાં આવેલી ત્રણ મહિલાઓ ૪૫ હજારના પટોળા ચોરી ગઇ હતી. દુકાન મોટેભાગે બંધ રહેતી અને અને લાખોના પટોળા આવ્યા હતા અને એ બીજા વેપારીઓને ડિલિવરી કરવાની બાકી હતી. ત્યાં અચાનક ચોરી થઇ જતાં જાણભેદૂની સંડોવણીની શંકા પણ પોલીસ ચકાસી રહી છે. તસ્કરોએ માત્ર પટોળાની દુકાનને જ નિશાન બનાવી હતી, આજુબાજુની અન્ય કોઇ દુકાનને નિશાન બનાવાઇ નથી. આ જાેતા ચોક્કસપણે જાણભેદૂની સંડોવણીની શંકા વધુ દ્રઢ બની છે.રાજકોટ શહેરના સર્વેશ્વર ચોકમાં આવેલી પટોળાની દૂકાનનું શટર ઉંચકી અંદરનો કાચનો દરવાજા તોડી કારમાં આવેલા તસ્કરો ૭૫ લાખની કિંમતના પટોળા (સાડી) ચોરી જતાં ચકચાર મચી ગઈ છે. પોલીસે સીસીટીવી ફૂટેજને આધારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. મોટેભાગે બંધ રહેતી આ દુકાનમાં હરિયાણા-રાજસ્થાનથી પટોળાનો જથ્થો આવ્યો હોઇ દુકાન ખોલીને અંદર મુક્યો હતો. લાખોના પટોળા ચોરી જવાયા છે. જાણભેદૂની સંડોવણીની શંકાએ એ-ડિવીઝન, ક્રાઇમ બ્રાંચ અને એસઓજીની ટીમોએ અલગ અલગ દિશામાં તપાસ હાથ ધરી છે. દુકાનની અંદર સીસીસીટી કેમેરામાં રેકોર્ડિંગ બંધ હોઇ પોલીસે બહારની સાઇડના અલગ અલગ કેમેરાના ફૂટેજ મેળવવા તજવીજ હાથ ધરી છે.
Recent Comments