સૌરાષ્ટ - કચ્છ

રાજકોટમાં શાળામાં અભ્યાસ કરતી બાળકીને ધ્રુજારી ઉપડતા બેભાન થઈ ઢળી પડી, સારવાર પહેલા જ તોડ્યો દમ

રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં તાપમાનનો પારો ગગડતા કાતિલ ઠંડીની શરૂઆત થઈ છે. ત્યારે ગોંડલ રોડ પર એ.વી.જસાણી સ્કૂલમાં ધોરણમાં ૮ માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીને ધ્રુજારી ઉપાડ્યા બાદ બેભાન થઈ ઢળી પડતાં સ્કૂલ સંચાલકોએ તાકીદે સ્કૂલવેનમાં દોશી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા. જ્યાં સગીરાનું મોત નિપજ્યાનું જાહેર કરતાં પરિવારમાં અરેરાટી મચી જવા પામી હતી. બનાવની જાણ થતા માલવિયાનગર પોલીસે મૃતદેહને પી.એમ અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.

Related Posts