વૃદ્ધો અને વૃક્ષોની સેવા માટે કાર્યરત સદ્ભાવના વૃદ્ધાશ્રમનાં લાભાર્થે રાજકોટમાં શ્રી મોરારિબાપુનાં વ્યાસાસને યોજાનાર રામકથા કાર્યાલયનું ઉદ્દઘાટન ગુરુવારે સ્વામી શ્રી પરમાત્માનંદ સરસ્વતીજીનાં હસ્તે અગ્રણીઓની ઉપસ્થિતિમાં થશે. સમગ્ર રાજ્ય માટે ગૌરવરૂપ અને વંદનીય સેવા કાર્ય કરી રહેલ સદ્ભાવના વૃદ્ધાશ્રમનાં લાભાર્થે શ્રી મોરારિબાપુનાં વ્યાસાસને રામકથા આયોજન થયું છે. રાજકોટમાં ભક્તિ, પ્રસાદ અને સેવાનો ત્રિવેણી સંગમ એટલે સદ્ભાવના વૃદ્ધાશ્રમ સંસ્થા. આ સંસ્થા વૃદ્ધો અને વૃક્ષોની સેવા માટે કાર્યરત રહેલ છે, જેનાં લાભાર્થે ૨૩ નવેમ્બરથી રામકથા યોજાનાર છે. રાજકોટમાં આ રામકથા કાર્યાલયનું આગામી ગુરુવાર તા.૧૨ સાંજે ૬ વાગે ( ધ ટ્વિન ટાવર, અમીન માર્ગ, સૌરાષ્ટ્ર માધ્યમિક શાળા પાસે) સ્વામી શ્રી પરમાત્માનંદ સરસ્વતીજીનાં હસ્તે અગ્રણીઓની ઉપસ્થિતિમાં થશે. નિમિત્ત માત્ર આપણે સૌ એ ભાવ સાથે સદ્ભાવના વૃદ્ધાશ્રમ પરિવાર દ્વારા નિમંત્રણ અપાયું છે.
રાજકોટમાં શ્રી મોરારિબાપુ રામકથા કાર્યાલયન ગુરુવારે ઉદ્દઘાટન

Recent Comments