રાજકોટમાં સટ્ટાકાંડમાં આર્થિક વ્યવહાર આંગડિયા મારફતે થયા હોવાની આશંકા
રાજકોટ સટ્ટાકાંડમાં કરોડો રુપિયાના આર્થિક વ્યવહાર આંગડિયા મારફતે થયા હોવાની આશંકા છે. તેમજ મુખ્ય આરોપી મુખ્ય આરોપી તેજસ રાજદેવ પીએમ આંગડિયા સાથે સંકળાયેલો હોવાનું સામે આવ્યુ છે. આગળની તપાસમાં વધુ ખુલાસા થાય તેવી શક્યતા છે.જેમાં આરોપા નીરવ પોપટ, અમિત પોપટ, તેમજ રાજદેવ પોલીસ પકડથી દૂર છે. તેમજ સટ્ટાકાંડમાં પકડાયેલા આરોપીઓને જામીન મળ્યા.
જેમાં સુકેતુ ભૂતા નામના આરોપીની અન્ય ગુનામાં ધરપકડ કરી છે. બીજી સુકેતુ ભૂતા પાસે રહેલી આઈડી ૩.૨૦ કરોડની લીમીટવાળી હોવાનું તપાસમાં ખૂલ્યું છે. સુકેતુ ભુતાના બેંક એકાઉન્ટ સહિતની વિગતો અંગે તપાસ થશે. તેમજ વેબ હોસ્ટિંગ, પૈસાની લેતી દેતી, એપ્લીકેશનની બનાવટ, મની લોન્ડ્રિંગ સહિતની તપાસ બાકી છે. આ અગાઉ ક્રાઈમ બ્રાંચના અધિકારીની વાયરલ થયેલી યાદીમાં મુખ્ય આરોપીઓના નામનો ઉલ્લેખ છે.
Recent Comments