ગુજરાત

રાજકોટમાં સામાન્ય સભામાં રૂ.૧૬.૯૭ કરોડનું બજેટ મંજૂર, ગ્રાંટ ઘટતા બજેટનું કદ ઘટ્યું

રાજકોટ જિલ્લા પંચાયત કચેરી ખાતે આજે સામાન્ય સભાની બેઠક મળી હતી. વર્ષ ૨૦૨૩-૨૪નાં બજેટને લઈ આ ખાસ સમાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા પંચાયતના પ્રમુખ ભૂપતભાઇ બોદરનાં અધ્યક્ષ સ્થાને મળેલી આ સામાન્ય સભામાં બજેટ સહિતના મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. ગતવર્ષ ૨૦૨૨-૨૩નું બજેટ રૂ. ૨૦.૨૩ કરોડનું હતું.

જાેકે તેમાં રૂપિયા ત્રણેક કરોડનાં ઘટાડા સાથે રૂ. ૧૬.૯૭ કરોડનાં બજેટને આજે મંજૂરી આપવામાં આવી છે. સામાન્ય સભાની અન્ય ખાસ બાબત એ હતી કે, તેમાં મહિલા સદસ્યોના પતિદેવો માટે ‘નો-એન્ટ્રી’ રાખવામાં આવી હતી. આ તકે જિલ્લા પંચાયત પ્રમુખ ભુપત બોદરે જણાવ્યું કે, આજરોજ સામાન્ય સભાની બેઠકમાં જિલ્લા પંચાયતના સ્વભંડોળનાં રૂ. ૧૬.૯૭ કરોડનાં બજેટને મંજૂરી અપાઈ છે. બજેટમાં ગ્રામ્ય વિસ્તારનો વધુમાં વધુ વિકાસ થાય તે પ્રકારની યોજનાઓ ઉપર ભાર મૂકવામાં આવ્યો છે. ઁસ્ મોદીનું આર્ત્મનિભર ગામડાનું સ્વપ્ન સાકાર થાય તેવી વિવિધ યોજનાઓનો સમાવેશ આ બજેટમાં કરવામાં આવ્યો છે.

Related Posts