fbpx
સૌરાષ્ટ - કચ્છ

રાજકોટમાં સામુહિક આપઘાત, માતાએ ૨ માસુમ બાળકો સાથે મોતને વ્હાલું કર્યું

(
નેશનલાઇઝ્‌ડ બેંકના ભૂતપૂર્વ મેનેજર અને જૂનાગઢ શહેરના રહેવાસીએ અગમ્ય કારણોસર આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, જેતપુરમાં તત્કાલ ચોકડી પાસે કારમાંથી સંજય બ્રહ્મભટ્ટ (૫૩)ની લાશ મળી આવી હતી. જેતપુરના પોલીસ ઈન્સ્પેક્ટર પી ડી દરજીએ જણાવ્યું હતું કે, મૃતક મહેસાણાના વતની છે અને તેમના પિતરાઈ ભાઈઓએ તેની સામે ગુનો નોંધ્યો છે. અમે કેસની તપાસ કરી રહ્યા છીએ અને જાે અમને કોઈ પુરાવા મળશે તો અમે આત્મહત્યા માટે ઉશ્કેરવાનો ગુનો નોંધીશું.રાજકોટમાં મહિલાએ બે બાળકો સાથે પોતે પણ આપઘાત કરી લીધો હોવાની હૃદય કંપાવનારી ઘટના સામે આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટ શહેરના નાકરાવાડી વિસ્તારમાં આજે સવારે મહિલાએ બે માસૂમ પુત્ર સાથે મોતને વ્હાલું કર્યું હતું.

આ ઘટનાની જાણ થતાં કુવાડવા પોલીસ અને ડ્ઢઝ્રઁ સહિતના પોલીસ અધિકારીઓએ ઘટનાસ્થળે પહોંચીને લાશને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડીને વધુ તપાસ હાથ ધરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં ઘર કંકાસમાં પત્નીએ આ પગલું ભર્યું હોવાની શંકા સેવાઈ રહી છે. પતિએ પોલીસને આપેલા નિવેદન મુજબ તેની ક્યારેય પત્ની સાથે બોલાચાલી અથવા ઝઘડો થયો ન હતો. જાે કે, તેની માતાને માતા સાથે બોલાચાલી થઈ હતી. હાલ સમગ્ર મામલે પોલીસે નિવેદનોના આધારે આગળની વધુ તપાસ હાથ ધરી છે. બનાવની જાણ થતાં કુવાડવા પોલીસ અને ડીસીપી સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. સમગ્ર ઘટના અંગે હજી વધુ વિગતોની રાહ જાેવાઈ રહી છે.

Follow Me:

Related Posts