સૌરાષ્ટ - કચ્છ

રાજકોટમાં સુપર હાઈટ્‌સ બિલ્ડીંગના ૧૪મા માળેથી યુવકને કુદતા બચાવ્યો

રાજકોટ શહેરના બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં સુપર હાઈટ્‌સ બીલ્ડીંગના ૧૪ માં માળે એક યુવક બહારની બાજુ બંને પગ લટકાવીને બેસેલ જાેવામા આવતા પોલીસ હેડ કોન્સ્ટેબલ રશ્મીનભાઇ આદ્રોજા તથા મહેશભાઇ રૂદાતલાએ ત્યા હાજર માણસોને આ બીલ્ડીંગ ઉપર બેઠેલ યુવક બાબતે પુછતા ત્યાથી જાણવા મળેલ કે તે યુવક આત્મહત્યા કરવા માટે ઉપર ચડેલ છે. જેથી સમયસૂચકતા દાખવી પોલીસે તેને સમજાવી નીચે ઉતાર્યો હતો અને તેનો જીવ બચાવી લીધો હતો

.આ યુવકનું નામ રાજ યાદવ છે અને તે પોતે એકલો રહેતો હોવાનું જણાવ્યું હતું. પિતા વર્ષોથી અમદાવાદ રહે છે અને યુવક તેના પિતાના મિત્ર ત્યાં રાજકોટ ખાતે રહે છે. ભવિષ્યમાં તે કોઇ પણ ના ઉપર બોજાે બનવા ન માંગતો હોવાથી તેને આત્મહત્યાનો વિચાર કર્યો હતો જાે કે પોલીસની સતર્કતા કારણે યુવકનો જીવ બચી ગયો છે અને યુવક પણ પોલીસનો આભાર માની ક્યારે પણ આવા કોઈ પગલાં નહીં ભરે તેની પોલીસ સમક્ષ ખાતરી આપી છે. પોલીસના જણાવ્યા મુજબ રાજ યાદવ મૂળ ઉત્તરપ્રદેશનો છે અને તેમના પિતા અમદાવાદમાં સરખેજ વિસ્તારમાં રીક્ષા ચલાવી રહ્યા છે.

માતા પિતાના પ્રેમલગ્ન થયા હતા અને વર્ષ ૨૦૦૫માં યુવકની માતાનું અકસ્માતે મૃત્યુ થયું હતું. તેના પિતા પણ ટીબી અને એચઆઈવી જેવી ગંભીર બીમારી થી પીડાતા હોય માટે તે તેના પિતાના મિત્રને ત્યાં ચોટીલા રહેતો અને ત્યાં એક હોટેલમાં નોકરી પણ કરતો હતો છેલ્લા કેટલાક સમયથી ઇમિટેશનનું કામ કરવા રાજકોટમાં આવ્યો અને અહીંયા પણ તેના પિતાના મિત્ર સાથે રાજકોટમાં રહેતો હોય છે. માટે માતા હયાત ન હોવાથી અને પિતા બીમારીથી પીડિત હોવાથી માતા પિતા બાદ તેનું કોણના વિચારમાં ડિપ્રેશનમાં આવી આત્મહત્યા કરવા તરફ યુવક વળ્યો હતો જાે કે તેને બચાવી લઇ આજે તેની તબીબી સારવાર કરાવી કાઉન્સેલિંગ કરતા આજે યુવક સ્વસ્થ છે અને આવું પગલું ક્યારે નહિ ભરે તેવી ખાતરી આપી છે.

આ યુવકે એક વિડીયો પણ બનાવ્યો હતો જેમાં તેણે જણાવ્યું હતું કે, હવે મારાથી કોઈને કંઈ વાંધો નહીં આવે હું જે કરવા જઈ રહ્યો છું તેમાં કોઈનો હાથ નથી મારાથી કોઈને વાંધો નથી પરંતુ દુનિયા ને વાંધો છે જાે કોઈને કોઈ તકલીફ હોય તો એ દુનિયાનો પ્રોબ્લેમ છે મારો પ્રોબ્લેમ નથી કઠણાઈ માથું મારે છે એટલે મારે આ બધું કરવું પડે છે બધાએ મને ખૂબ જ સાચવ્યો છે દીકરાની જેમ રાખે છે પરંતુ અમુક કારણોસર મારે આ પગલુ ભરવું પડે છે રાજુ મામા એ તો મને દીકરાની જેમ સાચવ્યો છે પણ શું કરવું હવે સમય આવી ગયો એટલે મારે આવું બધું કરવું પડે છે.

Follow Me:

Related Posts