રાજકોટમાં સોસાયટીના રહીશોએ દારૂડિયાઓથી કંટાળીને લગાવ્યા આવા પોસ્ટરો
દારૂડિયા અને દારૂ વેચનારાઓથી આસપાસના રહીશો કેટલી હદે ત્રાસી જતાં હોય છે, તેવી એક ઘટના રાજકોટમાં સામે આવી છે. જ્યાં રહીશોએ દારૂડિયાઓથી કંટાળીને પોસ્ટર લગાવ્યા છે. આ પોસ્ટર પર લખવામાં આવ્યું છે કે, દારૂ અંહી નહીં, અહીંથી ૫૦૦ મીટર દૂર લોહાનગરમાં દારૂ મળે છે. આમ, દારૂબંધીના પોકળ દાવા સાબિત કરતા રાજકોટના જાગૃત સોસાયટીવાસીઓએ પોસ્ટર મારતાં ચર્ચા જાગી છે. દારૂ અહીં મળતો નથી. દારૂડિયાઓથી કંટાળીને સોસાયટીના રહીશોએ પોસ્ટર લગાવ્યા છે. રાજકોટના ગોંડલ રોડ પર આવેલા ઉદ્યોગનગર કોલોનીના રહીશોએ દારૂડિયાઓથી કંટાળીને આવા પોસ્ટર લગાવ્યા છે.
પોસ્ટરમાં લખાણ લખાયું છે કે, દારૂ અહીં નહીં, અહીંથી ૫૦૦ મીટર દૂર લોહાનગરમાં દારૂ મળે છે. દારૂડિયાઓએ દારૂ પીને શેરીમાં પ્રવેશ કરવો નહીં. સ્થાનિકોનું કહેવું છે કે, સોસાયટીની બહેન-દીકરીઓની સુરક્ષાને ધ્યાને રાખીને આવા પોસ્ટરો લગાવાયા છે. ગઈકાલે જ બાળકી સાથે છેડતીનો બનાવ બન્યા બાદ રહીશોએ આ પોસ્ટરો લગાવ્યા છે. જાેકે, અહીં સવાલ એ થાય છે કે, દારૂબંધી હોવા છતાં રહીશોએ લોહાનગરમાં દારૂના વેચાણના દાવા કર્યા છે, તેની પર પોલીસ શું કાર્યવાહી કરે છે. ઉદ્યોગનગર કોલોનીના રહીશોએ દારૂડિયાઓથી કંટાળીને આવા પોસ્ટર લગાવ્યા
Recent Comments