ગુજરાત

રાજકોટમાં હાઇવે પર અકસ્માત, પિતા-પુત્રનું મોત, માતા-પુત્રીનો આબાદ બચાવ

ભાવનગર હાઇવે પર ટ્રક અને બાઈક વચ્ચે ગોઝારો અકસ્માત સર્જાયો છે. જેમા પિતા પુત્રનું મોત નીપજ્યુ છે. પરિવાર સરધારથી સુરાપુરા દાદાના દર્શન કરીને પરત ફરી રહ્યા હતા. જેમા રાજકોટના ૩૩ વર્ષીય હરેશભાઈ લાલજીભાઈ કિયાડા અને ૧૩ વર્ષનો તેમના પુત્ર જયનું મૃત્યુ થયું છે. જ્યારે પત્ની અને પુત્રીનો આબાદ બચાવ થયો છે. હાલ આ અકસ્માતને કારણે આખા પરિવારમાં શોકના વાદળો છવાઇ ગયા છે. આ અંગે મળતી માહિતી પ્રમાણે, રાજકોટનો પરિવાર સરધારથી સુરાપુરા દાદાના દર્શન કરીને પરત ફરી રહ્યા હતા.

આ દરમિયાન રાજકોટ ભાવનગર હાઇવે પર ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો છે. જેમાં પિતા અને પુત્રનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યુ છે. જાેકે, આ અકસ્માતમાં માતા અને પુત્રીનો બચાવ થયો છે. ૩૩ વર્ષના હરેશભાઈ લાલજીભાઈ કિયાડા અને ૧૩ વર્ષના તેમના પુત્ર જયનું મૃત્યુ થયું છે. સરધાર સુરાપુરાનાં દર્શન કરીને પરત ફરતી વખતે ખારચિયા પાસે તેમની બાઈકને ટ્રકે ધડાકાભેર ટક્કર મારી હતી. જેની અડફેટે બાઇક પર સવાર પરિવાર ફૂટબોલની જેમ રસ્તા ઉપર ફંગોળાયો હતો. જેમાં હરેશભાઈ અને તેમના પુત્ર જયને ગંભીર ઇજા થતા બંનેનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. જ્યારે હરેશભાઈની પત્ની અને પુત્રીને ઈજા પહોંચી હતી પરંતુ તેઓનો જીવ બચી ગયો છે. આ ગોઝારા અકસ્માત બાદ સ્થાનિકોના ટોળા ભેગા થઇ ગયા હતા. આ અંગે સ્થાનિકોએ પોલીસ અને ઇમરજન્સી સેવા ૧૦૮ને જાણ કરી હતી. જે બાદ પોલીસની ટીમ અને ૧૦૮ આવી ગયા હતા. ઇજાગ્રસ્ત પુત્રી અને માતાને હાલ સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ સાથે પિતા અને પુત્રના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી દેવામાં આવ્યા છે.

Related Posts