સૌરાષ્ટ - કચ્છ

રાજકોટમાં હોટલના મેનેજરે સ્ટાફ યુવતી પર અનેકવાર દુષ્કર્મ આચર્યાની ફરિયાદ

રાજકોટની સદર બજારમાં આવેલી એક હોટલમાં કામ કરતી યુવતી પર હોટલના જ મેનેજર જબ્બરે અનેકવખત દુષ્કર્મ આચર્યાની ફરિયાદ પ્રદ્યુમનગર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. મહિને મળતો ૧૦ હજાર પગાર પણ યુવતી મેનેજરને સાચવવા આપતી હતી. જાેકે, ફરિયાદમાં પગારની આ રકમ પણ મેનેજરે પરત ન કરી હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પોલીસે જબ્બર વિરૂદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. હોટલમાં કામ કરતી યુવતી અને જબ્બર વચ્ચે ૨૦૧૪થી ૨૦૧૬ સુધી પ્રેમસંબંધ હતો. પ્રેમસંબંધ દરમિયાન અવારનવાર મરજી વિરૂદ્ધ જબ્બરે યુવતી પર દુષ્કર્મ આચર્યાનો ઉલ્લેખ ફરિયાદમાં કરવામાં આવ્યો છે. પ્રદ્યુમનનગર પોલીસે આરોપી મેનેજર જબ્બર વિરૂદ્ધ આઈપીસી ૩૭૬, ૪૦૬ અને ૪૨૦ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

કુવાડવા ગામમાં રહેતી અને ધોરણ ૬માં અભ્યાસ કરતી ૧૧ વર્ષની કિશોરી પર બે શખસે સામુહિક દુષ્કર્મ આચર્યાની ફરિયાદ નોંધાઈ હતી. ફરિયાદમાં જણાવ્યા મુજબ કિશોરી શાળાએથી છૂટીને પોતાના ઘરે જતી હતી ત્યારે રસ્તામાં પીપળિયા ગામનો વિશાલ અને નાગલપરનો કિશન ત્યાં ધસી ગયા હતા અને બાળકીને મોઢે ડૂમો દઇ અવાવરૂ સ્થળે લઇ ગયા હતા. અહીં બંને નરાધમોએ બાળકી પર સામુહિક દુષ્કર્મ આચર્યું હતું અને બાળકીને ત્યાં જ છોડીને નાસી ગયા હતા. નરાધમોનો શિકાર બનેલી બાળકી પોતાના ઘરે ગઇ હતી અને તેની માતા પાસે આપવીતી વર્ણવી હતી, તો માતાએ પુત્રીને સાંત્વના આપવાને બદલે અલ્પેશ નામના શખસ સાથે મળી બાળકીને ઘરમાં દોરડાથી બાંધી પ્લાસ્ટિકના પાઇપથી ફટકારી હતી.

Related Posts