રંગીલા રાજકોટમાં આજે એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જે સભ્ય સમાજને શર્મસાર કરી દે છે અને સમાજ માટે એક ચિંતા માટેનો વિષય છે. રાજકોટના કાલાવડ રોડ પર ૧૩ વર્ષની સગીરા પર તેના જ એપાર્ટમેન્ટમાં રહેતાં ૧૨ વર્ષના બે છોકરાઓએ સામૂહિક દુષ્કર્મ આચરતાં ચકચાર મચી જવા પામી છે. આ મામલે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે.
રાજકોટના કાલાવડ રોડ પર આવેલાં એક એપાર્ટમેન્ટમાં ૧૩ વર્ષની કિશોરી પાસે બે શ્વાન હતા. તેની પાડોશમાં જ રહેતાં ૧૨ વર્ષના બે છોકરાઓએ છોકરીને શ્વાનને રમાડવા માટે અગાસી પર બોલાવી હતી. જેથી સહજ ભાવે કિશોરી પોતાના શ્વાન સાથે અગાસી પર ગઈ હતી. પણ અગાસી પર જતાં જ છોકરાઓએ દરવાજાે બંધ કરી દીધો હતો. પછી બંને કિશોરોએ છોકરી પર સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું.
છોકરી જેમ તેમ કરીને બંને કિશોરીની ચૂંગાલમાંથી છૂટી હતી. અને દોડતી દોડતી પોતાના ઘરે પહોંચી હતી. અને રડતાં રડતાં હાંફતા હાંફતા પોતાની આપવીતી પોતાની માતાને વર્ણવી હતી. દીકરીની આપવીતી જાણીને માતાના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. માતાએ આ મામલે છોકરીના પિતાને જાણ કરી. જે બાદ તેઓ રડવા લાગ્યા હતા. અને આ મામલે કાલાવડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.















Recent Comments