રાજકોટમાં ૧૫ વર્ષીય કિશોરને હાર્ટ એટેક આવ્યોહૈદરાબાદમાં અભ્યાસ કરતો કિશોર દિવાળી વેકેશનમાં ઘરે આવ્યો હતો
ગુજરાતમાં હાર્ટ એટેક હવે જીવલેણ બની રહ્યો છે. હાર્ટ એટેકથી હવે યુવા વર્ગ અને કિશોર વર્ગ ભોગ બની રહ્યો છે. ગુજરાતના કિશોરોનો પ્રાણ ભરખી રહ્યો છે આ હાર્ટ એટેક. ત્યારે રાજકોટમાં હાર્ટ એટેકથી વધુ એક કિશોરનું મોત થયું છે. પિતાના બાઈક પાછળ બેઠલા કિશોરનું ચાલુ બાઈકમાં મોત નિપજ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર, રાજકોટના શ્રદ્ધા સોસાયટીમાં ઠુંમર પરિવાર રહે છે. તેમનો ૧૫ વર્ષીય કિશોર પૂજન ઠુંમર હૈદરાબાદમાં રહીને અભ્યાસ કરે છે. તે દિવાળી વેકેશન હોવાથી દિવાળી કરવા રાજકોટ ઘરે આવ્યો હતો. ૧૫ વર્ષીય પૂજન પિતા સાથે બાઈક પર બહાર જવા નીકળ્યો હતો અને તે પાછળ બેસ્યો હતો. ત્યારે અચાનક પૂજનને છાતીમાં દુખાવો ઉપડ્યો હતો, અને તેનુ મોત નિપજ્યુ હતું. યુવા દીકરાના મોતથી પરિવારમાં કલ્પાંત છવાયો છે.
Recent Comments