fbpx
સૌરાષ્ટ - કચ્છ

રાજકોટમાં ૬૩ વર્ષીય માનસિક તકલીફ ધરાવતી વૃદ્ધાની હત્યા, પોલીસે શરૂ કરી તપાસ

રાજકોટ શહેરના કોઠારીયા મેન રોડ પર માધવહોલ પાછળ મારુતિ નગર શેરી નંબર ૬ માં રહેતા ૬૩ વર્ષીય સુનિતાબેન છંછરીયા નામના વૃદ્ધાની હત્યા નીપજાવી હોવાની ઘટના સામે આવી છે. સમગ્ર મામલે મૃતક સુનીતાબેનની પરિણીત દીકરી મહેશ્વરી બેન ખુવા (ઉવ.૩૩)ની ફરિયાદના આધારે ભક્તિનગર પોલીસ સ્ટેશન ખાતે કોઈ અજાણી વ્યક્તિ તેમજ તપાસમાં ખુલે તેમના વિરુદ્ધ ૈॅષ્ઠ ની કલમ ૩૦૨, ૩૨૩ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. ભક્તિનગર પોલીસ સ્ટેશનના પીઆઇ મયુરધ્વજ સિંહ સરવૈયાના જણાવ્યા પ્રમાણે મારુતિ નગર શેરી નંબર-૬ માં ભાડાના મકાનમાં ઈશ્વરભાઈ છંછરીયા તેમજ તેમના પત્ની સુનિતાબેન છંછરીયા છેલ્લા કેટલાય વર્ષોથી રહે છે. તેમજ છેલ્લા નવ વર્ષથી મારુતિ નગર શેરી નંબર એકમાં ધર્મેન્દ્રસિંહ સોલંકીને ત્યાં કામ કરવા પણ જતાં હતા. મૃતકની પરિણીત દીકરીએ પોલીસને જણાવ્યું છે કે, તેની માતા સુનિતાબેનને થોડીક માનસિક તકલીફ હતી, જે માનસિક તકલીફ તેમને વારસાઈમાં મળી આવેલી છે. તેમના નાનીને પણ માનસિક તકલીફ હતી.

ત્યારે નાની તરફથી મારી માતા તેમજ મારા ભાઈ કનૈયાલાલને વારસાઈમાં માનસિક તકલીફ મળી છે. શનિવારના રોજ બપોરના સમયે મારી માતા બેભાન થઈ જતા હું તેમ જ મારા પિતા ૧૦૮ મારફતે તેને સિવિલ હોસ્પિટલે લાવ્યા હતા. જ્યાં ફરજ પરના હાજર તબીબે મારી માતાને મરણ ગયેલ જાહેર કર્યા હતા. ત્યારબાદ પીએમ રૂમ ખાતે મારી માતાની લાશને ખસેડવામાં આવી હતી. જ્યાં અમને જાણવા મળ્યું હતું કે મારી માતા સુનિતાબેનની ડાબી આંખમાં તથા મોઢા ઉપર તેમજ ગળાના ભાગે વિખોડિયા તેમજ સોજાના નિશાન હતા. જે માર મારવાના કારણે થયા હતા. તેમજ મારી માતાનું દબાવવાથી મૃત્યુ થયું હોવાનું અમને સિવિલ હોસ્પિટલ ખાતે જાણવા મળ્યું છે. ત્યારે હાલ વૃદ્ધાની હત્યા કોને નીપજાવી છે તે અંગે પોલીસ તપાસ શરૂ છે.

Follow Me:

Related Posts