સૌરાષ્ટ - કચ્છ

રાજકોટમાં ૬૫ વર્ષના વૃદ્ધાએ ૭મા માળેથી પડતું મૂકી મોત વ્હાલુ કરતા અરેરાટી

રાજકોટના કુવાડવા રોડ પર ક્રિસ્ટલ કોમ્પલેક્ષમાં રહેતા સુખી-સંપન્ન પરિવારના ૬૫ વર્ષના વૃદ્ધાએ ૭માં માળેથી પડતું મૂકી જિંદગી ટૂંકાવી લીધી હતી. આ ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે. આપઘાતના લાઈવ દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા છે. જેમાં વૃદ્ધાએ ડર ન લાગે તે માટે ઊંધા ફરીને કૂદકો મારતા નજરે પડે છે. ઘટનાને પગલે કુવાડવા પોલીસ દોડી જઇ વૃદ્ધાના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.

શહેરના કુવાડવા રોડ પર ક્રિસ્ટલ કોમ્પલેક્ષમાં બીજા માળે રહેતા જમનાબેન અરજણભાઇ સોલંકી (ઉં.વ.૬૫)એ પોતાના કોમ્પલેક્ષના ૭માં માળેથી પડતું મૂકી આપઘાત કરી લીધો છે. પોલીસ તપાસમાં જમનાબેન લાંબા સમયથી માનસિક રીતે બીમાર હોવાનું બહાર આવ્યું છે. માનસિક બીમારીથી કંટાળીને પગલું ભર્યાનું પરિવારજનો જણાવી રહ્યાં છે. હાલ પોલીસે વૃદ્ધાના પરિવારજનોના નિવેદન નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

સીસીટીવીમાં દેખાતા દ્રશ્યો મુજબ જમનાબેને ગાઉન પહેર્યું છે અને ઉઘાડા પગે પોતાના બીજા માળે આવેલા ઘરમાંથી નીકળી ઉપર ૭ માળ સુધી પગથિયા ચડીને જતા જાેવા મળે છે. બાદમાં ૭માં માળની બાલ્કનીની પાળી પર ચડી જાય છે. બાદમાં બીક ન લાગે તે માટે ઉંધા ફરીને કૂદકો મારતા નજરે પડે છે.

જમનાબેને સાતમા માળેથી નીચે ઝપલાવતા ગંભીર ઈજા પહોંચી હતી. બાદમાં પરિવારજનોએ સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જાેકે ફરજ પરના તબીબે મૃત જાહેર કરતા પરિવારમાં અરેરાટી મચી ગઈ છે. બનાવ અંગેની જાણ થતાં બી ડિવિઝન પોલીસે ઘટનાસ્થળે દોડી જઇ મૃતદેહને પી.એમ અર્થે ખસેડ્યો હતો. મૃતક વૃદ્ધાના ત્રણેય સંતાનો ઇમિટેશન જ્વેલરીના વ્યવસાય સાથે સંકળાયેલા છે.

Related Posts