રાજકોટમાં ૯૧ વર્ષના દંપતિએ હાથમાં યુરિનની બેગ લઇ મતદાન કર્યુ

રાજકોટ શહેરમાં મતદાનના મહાપર્વની ઉજવણી સ્વરૂપે રાજકોટવાસીઓ શહેરના દરેક મતદાન મથકે પહોંચી ગયા છે, યુવાનોથી લઈને વૃદ્ધ સુધીના દરેક મતદારો મતદાન કરતા નજરે પડી રહ્યાં છે. તેમાંય ૯૧ વર્ષીય વૃદ્ધ દંપતિએ બિમાર હોવા છતાં હાથમાં યુરિનની બેગ લઇ મતદાન કર્યુ હતું. તો અન્ય એક ૭૫ વર્ષીય વૃદ્ધે લાકડીના ટેકે મતદાન કર્યુ હતું. મતદાન કરવા માટે યુવાનોને અપીલ કરતા આ વયોવૃદ્ધ દંપતીએ જણાવ્યું હતું કે, મતદાન તો અવશ્ય કરવું જ જાેઈએ, આપણો દેશ લોકશાહી છે અને તેની અખંડિતતા આપણા મતદાનથી જ જળવાય છે, જાે અમે આ ઉંમરે પણ મતદાન કરતા હોય તો તમે તો કરી જ શકો.
ભારતમાં પ્રજાસત્તાક લોકશાહી અને લોકો માટેનું તંત્ર સ્થપાયું છે. લોકશાહીમાં સરકારને લોકોએ જ ચૂંટવાની છે. પરંતુ મતદારો મતદાનની આ અમૂલ્ય તકનો ઉપયોગ ન કરે અને મતદાનથી નિર્લેપ રહે, તો છેવટે પરીણામ સ્વયં નાગરીકોએ જ ભોગવવાનું આવે છે. તેથી જ તો મતાધિકાર પ્રત્યે, પ્રત્યેક મતદાતા જાગૃત બને તે માટે રાષ્ટ્રીય ચૂંટણી પંચે ‘સ્વીપ’ની મતદાર અને મતદાન માટેની આગવી પહેલ કરી છે. મતદાન જેવા કર્તવ્યપાલન થકી જ લોકશાહી પ્રાણવાન અને મજબુત બને છે, માટે યુવાનોને અમારી અપીલ છે કે મતદાન અવશ્ય કરો.
Recent Comments