આજે રાજકોટની અંદર પીજીવીસીએલ પરીક્ષામાં ગેરરીતી થઈ હોવાનો આક્ષેપ ઉમેદવારો દ્વારા કરવામાં આવ્યો છે. પેપર ફૂટવાના આક્ષેપ પર યુવરાજ સિંહ જાડેજા વિદ્યાર્થી નેતાએ કહ્યું હતું કે, ઉમેદવારો ફરીયાદો કરી રહ્યા છે ત્યારે સીલ તૂટેલું હતું તેની તપાસ થવી જોઈએ, પ્રિન્ટીંગ પ્રેસથી સ્ટોંગ રૂમ સુધીની તપાસ જોઈએ કેમ કે, આમાં 20 ઉમેદવારના પેપરના સીલ તૂટેલા હતા. કોઈ એક બે ઉમેદવારનો હોય તો મિસ્ટેક થઈ હશે એવું સમજી શકાય છે. તેમ યુવરાજસિં જાડેજાએ કહ્યું હતું.
એટલા માટે સ્વભાવિક છે કે, મોટાપાયે ગેરરીતી થઈ હોવાનો અંદાજ છે. ગેરરીતીમાં તપાસ થવી જોઈએ. યોગ્ય એક્શન સરકારે લેવી પડશે. વન રક્ષક પેપર મામલે પણ આ પહેલા પેપર ફૂટવાની ગેરરીતી સામે આવી છે. સરકારે આ મામલે તપાસ કરવી જોઈએ તેમ પણ જણાવ્યું હતું.
ગુજરાતની અંદર આ પ્રકારે નાની ગેરરીતી પરીક્ષાઓમાં સામે આવતા અનેક પ્રકારના સવાલો ઉભા થઈ રહ્યા છે. અગાઉ પેપરો ફૂટવાની ઘટનાઓ સામે આવી છે ત્યારે આ પ્રકારની ગેરરીતી સામે આવતા ઉમેદવારોમાં નારાજગી જોવા મળી રહી છે
Recent Comments