રાજકોટમા શારદા વિદ્યાલય ખાતે અંધ મહિલા ગૃહની16 સભ્ય બહેનોએ મતદાનકરી ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું
રાજકોટ દક્ષિણ બેઠકનાબૂથ પર શારદા વિદ્યાલય ખાતે અંધ મહિલા ગૃહની16 સભ્ય બહેનોએ મતદાન કરી એક ઉમદા ઉદાહરણ પૂરું પડ્યું હતું સાથેજ દર્શાવ્યું હતું કે તેમની પાસે ભલે આંખો નથી પણ મતદાન કરીને લોકસાહીનેજાળવી રાખવાની દીર્ઘ દ્રષ્ટિ તો ચોક્કસ છે. તેમના આ મતદાને બધા લોકોને અને ખાસ કરીને સામાન્ય લોકો અને યુવાનોને પ્રેરણા આપી છે.
જો પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિઓ લોકશાહીને જાળવી રાખવા માટે આટલું કરી છૂટતી હોય તો પછી બીજા લોકોની ફરજ છે કે તે મતદાન અવશ્ય કરવુંજ જોઈએ. આ પ્રજ્ઞાચક્ષુ બહેનોએ પણ જણાવ્યું હતું કે આંખો નથી તો શું થયું, અમારા ઇરાદાઓઅડીખમ અને બુલંદ છે. અમે નિયમિત રીતે મતદાન કરીને લોકશાહીને જાળવી રાખવા માટે હાથની આંગળીને પવિત્ર નિશાનીથી અંકિત કરીએ છીએ.
રાજકોટ જિલ્લા ચૂંટણી અધિકારી પ્રભવ જોશીના નેતૃત્વ હેઠળ રાજકોટ દક્ષિણ વિધાનસભા બેઠકના ચૂંટણી અધિકારી ચાંદની પરમાર અને સમાજ સુરક્ષા અધિકારી એમ.એન. રાઠોડના માર્ગદર્શન હેઠળ માસ્ટર ટ્રેનરીઅરૂણદવેનાસહયોગથી અંધ મહિલા વિકાસ ગૃહે16 અંધ મહિલાઓને મતદાન કરાવીનેલોકશાહીના પાવન પ્રસંગની ઉજવણી કરી હતી.
આ અંગે અંધ મહિલા વિકાસગૃહનાકેમ્પસઇન્ચાર્જકલ્યાણીબેનજોષીએ જણાવ્યું હતું કે લોકશાહીના આ દિવ્યાંગો પાછળ રહી ન જાય. હવે જો પ્રજ્ઞાચક્ષુઓ અને દિવ્યાંગો પણ મતદાન કરી શકતા હોય તો બીજા લોકોએ તો અચૂક મતદાન કરવું જોઈએ. પ્રજ્ઞાચક્ષુઓ માટે બ્રેઇલ લિપિનો ઉપયોગ કરીને મતદાન કરવામાં આવે છે.
Recent Comments