fbpx
સૌરાષ્ટ - કચ્છ

રાજકોટવાસીઓએ બે દિવસ તરસ્યા રહેવુ પડશે, કોર્પોરેશન પાણી કાપ મુકશે

રાજકોટ મહાનગર પાલિકાએ આજે સવારે તારીખ 8 અને 9 ના રોજ પાંચ વોર્ડમાં પાણી કાપ ઝીંકવામાં આવ્યો છે આ કાપ રવિવારે અને સોમવારે જુદા જુદા વોર્ડમાં ઝીંકવામાં આવશે.  

એક તરફ ગરમી વધી રહી છે અને લોકો ગરમીથી ત્રાસ પોકારી રહ્યા છે તેવામાં રાજકોટ મહાનગર પાલિકાએ રવિવારે અને સોમવારે એમ બે દિવસ જુદા જુદા વોર્ડમાં પાણીનો કાપ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. એક તરફ રાજકોટમાં પાણીની તંગી જોવા મળી રહી છે એવામાં ભાદર પાસે પાણીની લાઈન તૂટી જતા રાજકોટ મહાનગર પાલિકા દ્વારા બે દિવસ પાણી કાપ નો નિર્ણ્ય કાવામાં આવ્યો છે. 

રાજકોટ મહાનગર પાલિકા દ્વારા તા. 8ના રવિવારે વોર્ડ નંબર 13માં પાણી કામ ઝીંક્યો છે જયારે તા. 9ના સોમવારના રોજ વોર્ડ નંબર 7,11,12,14માં પાણીનો કાપ ઝીંકાયો છે. હાલ કેટલાક દિવસોથી ગરમી પડી રહી છે ત્યારે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વાર પાણી માટેના કાપથી લોકોને તકલીફનો સામનો કરવો પડશે. ભાદર પાસે પાણીની પાઈપલાઈન જલ્દી સરખી થઇ જાય તે માટે તંત્ર કાર્ય કરી રહી છે.  

Follow Me:

Related Posts