રાજકોટ-અમદાવાદ હાઇ-વે પર ટેન્કર-ટ્રક વચ્ચે અકસ્માતઃ ટ્રક ચાલક દાઝ્યો
રાજકોટ-અમદાવાદ હાઇવે પર સાત હનુમાન મંદિર નજીક પેટ્રોલ ભરેલું ટેન્કર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતને પગલે ટ્રકમાં આગ ભભૂકી ઊઠી હતી. આગ લાગતાં ફાયરબ્રિગેડને જાણ કરાઈ હતી. તાત્કાલિક ટ્રકમાં લાગેલી આગ પર પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો. આ સાથે અકસ્માતને પગલે ટ્રકચાલક દાઝી જતાં તેને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. અન્ય કોઈ જાનહાનિ થઈ હોવાની જાણકારી પ્રાપ્ત થઈ નથી.
પ્રાપ્ત વિગત મુજબ, ગુરુવારે રાત્રિના સમયે રાજકોટ અમદાવાદ હાઇવે પર કુવાડવા ગામ નજીક સાત હનુમાનજી મંદિર પાસે એક ટ્રક અને પેટ્રોલ ભરી જતા ટેન્કર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતના પગલે ટ્રકમાં આગ લાગવાની ઘટના સામે આવી હતી. એ બાદ તરત જાણ કરાતાં રાજકોટ ફાયરબ્રિગેડની ગાડીએ સ્થળ પર પહોંચી પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો.
આ અકસ્માતને પગલે ટ્રકચાલક ડાઝી જતાં તેને સારવાર અર્થે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યારે ટ્રાફિકજામની સમસ્યા ન સર્જાઇ એ માટે પોલીસ પણ તત્કાલ સ્થળ પર પહોંચી રસ્તા પરનો ટ્રાફિક ક્લિયર કરાવ્યો હતો. બનાવની જાણ થતાં ફાયરબ્રિગેડ અને કુવાડવા પોલીસ સ્ટાફ સ્થળ પર પહોંચી ગયો હતો. એ બાદ પોલીસે અકસ્માત અંગે નોંધ મુજબ આગળની કાર્યવાહી હાથ ધરી છે. સદનસીબે ડ્રાઇવરની સમયસૂચકતાને કારણે તેનો જીવ બચી ગયો છે અને સામાન્ય રીતે દાઝતાં તેને સારવાર આપવામાં આવી રહી છે.
Recent Comments