fbpx
સૌરાષ્ટ - કચ્છ

રાજકોટ આમ આદમી પાર્ટીની ફરિયાદ, ઈવીએમમાં આપનું બટન દબાતું જ નથી

ગુજરાતની ૬ મહાનગર પાલિકાની ચૂંટણી માટે આજે સવારે ૭ વાગ્યાથી મતદાન શરૂ થઈ ગયું છે. અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર અને ભાવનગરમાં સવારે ૭.૦૦ વાગ્યા થી મતદાન શરુ હતી ચુક્યું છે. મતદાતાઓ વહેલી સવારે જ પોતાના મતાધિકારોનો ઉપયોગ કરવા માટે મતદાન કેન્દ્ર પર પહોંચી ગયા હતાં. સાંજે ૬ વાગ્યા સુધી મતદાન થશે.

૨૩ તારીખે મતગણતરી યોજાશે. આ મતદાનમાં કેટલીક જગ્યાએ ઈવીએમ ખોટકાવાની ઘટના પણ સામે આવી છે. તો કેટલીક જગ્યાએ અમુક ચોક્કસ પાર્ટીના બટન ન દબાઈ નહિ રહ્યાની ફરિયાદ સામે આવી રહી છે. પ્રાપ્ત વિગતો અનુસાર રાજકોટ આમ આદમી પાર્ટીએ ફરિયાદ કરી છે કે, ઈવીએમમાં આપનું બટન દબાતું જ નથી. મશીનમાં ખામી છે. આપ નેતા રાજભા ઝાલાએ ફરિયાદ નોધાવી છે. નોધનીય છે કે, રાજ્યમાં ૬ મનપા માટે કુલ ૫૭૫ બેઠકો માટે ૨૨૭૬ ઉમેદવારો મેદાનમાં છે.

ભાજપના ૫૭૭ ઉમેદવાર, કોંગ્રેસના ૫૬૬ ઉમેદવાર, એનસીપીના ૯૧, છછઁના ૪૭૦ ઉમેદવાર અને અન્ય પક્ષના ૩૫૩ ઉમેદવાર વચ્ચે રસાકસી છે. અપક્ષનાં ૨૨૮ ઉમેદવાર મેદાનમાં છે. ૧૧,૧૨૧ મતદાન મથકો પર આજે મતદાન યોજાશે. જેમાં ૨,૨૨૫ સંવેદનશીલ બૂથ, ૧૧૮૮ બૂથ અતિ સંવેદનશીલ છે. આ ચૂંટણીમાં રાજ્યમાંથી કુલ ૬૦,૬૦૪૩૫ પુરુષ મતદારો અને કુલ ૫૪,૦૬,૫૩૮ સ્ત્રી મતદારો મતદાન કરશે. ૬૩,૨૦૯નો પોલીંગ સ્ટાફ કામગીરીમાં જાેડાયો છે. ૩૨,૨૬૨ પોલીસકર્મી સુરક્ષા બંદોબસ્તમાં તહેનાત કરવામાં આવ્યા છે.

Follow Me:

Related Posts