રાજકોટ આરોગ્ય વિભાગે ૧૨૦ કિલો નકલી માવો જપ્ત કર્યો
માવો ડુપ્લીકેટ હોવાની શંકાના આધારે આરોગ્ય વિભાગ દ્વારા સેમ્પલ પણ લેવામાં આવ્યા છે. માવાની સાથે શંકાસ્પદ થાબડીનો જથ્થો મળી આવ્યો છે. જેના પણ સેમ્પલ લેવામાં આવ્યા છે. આ સેમ્પલ પરીક્ષણ માટે લેબમાં મોકલવામાં આવશે. પોરબંદર-જૂનાગઢ તરફથી આ જથ્થા ભરેલી ગાડી આરોગ્ય વિભાગ દ્વારા રોકવામાં આવી હતી. જેમાં નકલી માવો અને થાબડીનો જથ્થો મળી આવ્યો હતો. આરોગ્ય વિભાગની તપાસમાં આ માવાનો જથ્થો માણાવદર તાલુકાના મરમઠ ગામથી આવ્યો હોવાનું ખુલ્યું છે.
તેમજ મરમઠ ગામના હિરેન મોઢાએ રાજકોટ માવાનો જથ્થો મોકલ્યો હોવાનું પણ બહાર આવ્યું છે. આરોગ્ય વિભાગના અધિકારીઓએ જાેતા જ કહ્યું હતું કે માવાની અંદર મિલ્ક ફેટને બદલે વેજીટેબલ ફેટનો ઉપયોગ થયો છે. ડો.પંકજ રાઠોડે વધુમાં જણાવ્યપં હતું કે, માવાનો નકલી જથ્થો મળી આવ્યો છે તેમાં મિલ્ક ફેટને બદલે વેજીટેબલ ફેટ મળી આવ્યું છે. વેજીટેબલ ફેટ એવી વસ્તુ છે કે, તે આરોગ્ય માટે ખરેખર નુકસાન કરે છે. આનાથી હૃદયરોગ, સ્ટ્રોક, બ્લડપ્રેશર અને કિડનીનું કેન્સર પણ થઈ શકે છે. આ અનહાઈજીન માવો ખાવાથી ફૂડ પોઇઝનિંગ અને પેટના રોગો પણ થઇ શકે છે. દૂધ એ આરોગ્ય માટે સારી વસ્તુ છે.
પરંતુ આવા લેભાગુ તત્વો મિલ્ક ફેટનો ઉપયોગ કરવાને બદલે વેજીટેબલ ફેટનો ઉપયોગ કરી આપણને ગંભીર બિમારીમાં ધકેલે છે.રાજકોટના આરોગ્ય વિભાગે આજે સવારે મોટી કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં પોરબંદર તરફથી આવતો દૂધનો ૧૨૦ કિલો માવો અને ૨૦ કિલો થાબડીનો નકલી જથ્થો ઝડપી પાડ્યો છે. દૂધના માવાની અંદર મિલ્ક ફેટના બદલે વેજીટેબલ ફેટનો ઉપયોગ થયાનું બહાર આવ્યું છે. આથી આરોગ્ય વિભાગના નાયબ આરોગ્ય અધિકારી પંકજ રાઠોડે જણાવ્યું હતું કે, વેજીટેબલ ફેટવાળો માવો ખાવાથી હૃદયરોગ, સ્ટ્રોક અને કિડનનું કેન્સર થઈ શકે છે.
Recent Comments