સૌરાષ્ટ - કચ્છ

રાજકોટ એઇમ્સમાં ડિસેમ્બર માસમાં ઓપીડી સેવા શરૂ થશે

રાજકોટ શહેર સહિત સમગ્ર સૌરાષ્ટ્ર માટે બે મહત્વના પ્રોજેક્ટ ગ્રીનફીલ્ડ એરપોર્ટ અને એઈમ્સનું કામ હાલ પૂરજાેશમાં ચાલી રહ્યું છે. રાજકોટમાં એઈમ્સના તમામ બિલ્ડિંગના પ્લાન મંજૂર થતા કામ તાબડતોબ શરૂ થઈ જશે. જેના લીધે આ વર્ષે ડિસેમ્બર મહિનામાં એઈમ્સમાં ઓપીડી સેવા શરૂ થશે.

તો આગામી વર્ષના અંત સુધી એરપોર્ટ પણ તૈયાર થઈ જશે. રાજકોટના નવા બનતા ગ્રીનફીલ્ડ એરપોર્ટનો ૧૫૦૦ મીટરનો રન-વે તૈયાર થઈ ગયો છે. તો ખંઢેરીમાં એઈમ્સનું કામ પૂરજાેશમાં ચાલી રહ્યું છે. આની માટે દર ૧૫ દિવસે જિલ્લી વહીવટી તંત્રના અધિકારીઓ અને એઈમ્સના અધિકારીઓ વચ્ચે બેઠકો પણ યોજાશે.

Related Posts