રાજકોટ એઈમ્સને કેન્દ્રની મંજૂરી, એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર તરીકે ચંદનદેવસિંહની નિમણુક
ગુજરાતમાં રાજકોટ ખાતે એઆઈઆઈએમએસ હોસ્પિટલને કેન્દ્ર સરકારે મંજૂરી આપ્યા બાદ તેનું કોમ ચાલું થઈ ગયું છે. કેન્દ્રીય કેબિનેટે રાજકોટમાં એઆઈઆઈએમએસને મંજૂરીની મ્હોર માર્યા બાદ ગુજરાતમાં રાજકોટ ઉપરાંત જમ્મુ તેમજ કાશ્મીરમાં પણ એઈમ્સને કેન્દ્રીય કેબિનેટમાં લીલીઝંડી મળી છે. રાજકોટ એઆઈઆઈએમએસને લઈને આજે એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. રાજકોટ એઆઈઆઈએમએસના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટરની નિમણૂક કરવામાં આવી હતી.
ચંદનદેવસિંહની રાજકોટ એઆઈઆઈએમએસના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર તરીકે નિમણૂક કરાઇ હતી. રાજકોટ એઆઈઆઈએમએસના પ્રથમ ડાયરેક્ટર તરીકે કર્નલ ચંદન દેવસિંઘની નિયુક્તિ કરવામાં આવી છે. કર્નલ ચંદન દેવસિંઘ પુનાની મિલેટ્રી હોસ્પિટલમાં ફરજ બજાવી ચૂક્યા છે. મોદી સરકારે આદેશ કર્યા બાદ રાજકોટ એઆઈઆઈએમએસમાં પ્રથમ ડાયરેક્ટરની પસંદગી કરવામાં આવી છે.
એઆઈઆઈએમએસના ડાયરેક્ટર તરીકે કર્નલ પુનાની મિલેટ્રી હોસ્પિટલમાં પ્રોફેસર અને એચઓડી તરીકે પણ કામ કરી ચુક્યા છે. સીએમ વિજય રૂપાણીના હોમટાઉનમાં આકાર પામનાર એઈમ્સમાં રૂ. ૧૧૯૫ કરોડનો ખર્ચ થશે, જેમાં ૭૫૦ બેડની સવલત ઊભી કરાશે. પ્રધાનમંત્રી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના અંતર્ગતં નિર્માણ થશે. રાજ્ય સરકાર વિના મૂલ્યે જમીન પૂરી પાડશે તો કેન્દ્ર સરકાર હોસ્પિટલના નિર્માણ માટે ભંડોળ આપશે.
Recent Comments