fbpx
સૌરાષ્ટ - કચ્છ

રાજકોટ એરપોર્ટની પાઇલોટ ટ્રેનિંગ સ્કૂલ માટે પસંદગીઃ સર્વે કરાયો

રાજકોટ એરપોર્ટને વધુ એક ભેટ મળી રહી છે. રાજકોટ એરપોર્ટની પાઈલોટ ટ્રેનિંગ સ્કૂલ માટે પસંદગી કરવામાં આવી છે. આ માટે અમદાવાદથી ૩ પાઈલોટની ટીમ રાજકોટ આવી છે અને અધિકારીઓ સાથે મીટિંગ કરી એરપોર્ટ પર સર્વે કર્યો હતો. જાે રાજકોટ એરપોર્ટને પાયલોટ ટ્રેનિંગ સ્કૂલની ભેટ મળે તો યુવાનોને ઘરઆંગણે જ પાયલોટ બનવાની તક મળશે.

ઇન્ફિનફ્લાઇ એવિએશન લિમિટેડ દ્વારા પાયલોટ ટ્રેનિંગ સ્કૂલ બનાવવા માટે રસ દાખવ્યો છે. અમદાવાદના ત્રણ પાયલોટ્‌સે આજે રાજકોટ એરપોર્ટની મુલાકાત લીધી હતી. પાયલોટ ટ્રેનિંગ સ્કૂલ શરૂ કરવા માટે તેમણે રસ વ્યક્ત કર્યો હતો. તેઓ એરપોર્ટની સુવિધાથી સંતુષ્ટ છે. પ્રક્રિયામાં થોડો સમય લાગશે, પણ આશા છે કે રાજકોટ એરપોર્ટ પર છ મહિનામાં પાયલોટ ટ્રેનિંગ સ્કૂલ શરૂ થઇ શકે તેમ છે.

કમર્શિયલ પાયલોટ પ્રતીકે જણાવ્યું હતું કે આજે ત્રણ પાયલોટની ટીમ અમદાવાદથી રાજકોટ આવી છે. રાજકોટની પસંદગી એટલા માટે કરવામાં આવી છે કે એ સૌરાષ્ટ્રનું મેઇન સિટી છે. સૌરાષ્ટ્રમાં હજી સુધી ફ્લાઇંગ ઇન્સ્ટિટ્યૂટ નથી. સૌરાષ્ટ્રના વિદ્યાર્થીઓને ટ્રેનિંગ દૂર જવું પડે નહીં. ડોક્ટર-એન્જિનિયર સિવાય યુવાનો પાયલોટ બને એ દિશા તરફ પણ આગળ વધવાની તક મળશે. આ માટે અમે રાજકોટની પસંદગી કરી છે. આજે સર્વે કર્યો એમાં રિક્વાયર્મેન્ટ પ્રમાણે એરક્રાફ્ટ પાર્ક કરવા માટે કેટલીક જગ્યા હોવી જાેઇએ. રિક્વાયર્મેન્ટ પ્રમાણે ફીલફુલ થાય છે કે નહીં એનો સર્વે કરવામાં આવ્યો છે. ફુલફેઝમાં ટ્રેનિંગ શરૂ કરવા માટે ૬ મહિનાથી ૧ વર્ષનો સમય લાગી શકે છે.

Follow Me:

Related Posts