રાજકોટ એરપોર્ટ પર ૯ વર્ષ બાદ કાર્ગો સર્વિસ શરૂ થઈ છે. એર ઈન્ડિયાના પ્રથમ કાર્ગો બુકીંગમાં રાજકોટનું પપ્પી દિલ્હી પહોંચ્યું હતું. ગત મહિનાથી એરપોર્ટ પર કાર્ગો સર્વિસ શરૂ થઈ છે પરંતુ કોરોના ના લીધે લોકડાઉન માં કાર્ગો બુકિંગ થયા નહોતા.સ્પાઇસ જેટ અને ઈન્ડિગો એરલાઇન કંપની ની ફ્લાઈટ હાલમાં બંધ છે જ્યારે એર ઇન્ડિયાની મુંબઈ દિલ્હી માટેની ફ્લાઇટ ઉડાન ભરી રહી છે. જેમાં ગઈકાલે રાજકોટ થી દિલ્હી માટેની ફ્લાઈટમાં સર્વિસમાં પ્રથમ બુકિંગ પેટ(પપ્પી) નું કરાયું હતું.આ પપ્પી એ પ્લેન ની સવારી કરી દિલ્હી પહોંચ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે ભૂતકાળમાં પણ જ્યારે જેટ એરવેઝની કાર્ગો સર્વિસ ચાલતી હતી તેમાં પણ સૌથી વધુ ડોગની અલગ અલગ બ્રિડ અને બર્ડસપોપટ એ પ્લેન ની સવારીનો આનંદ માણ્યો હતો.
રાજકોટ એરપોર્ટ પરથી કાર્ગો સર્વિસ શરૂ થાય તે માટે ઘણા લાંબા સમયથી વેપારીઓ અને ઉદ્યોગકારો તેમજ ચેમ્બર ઓફ કોમર્સ, ગ્રેટર ચેમ્બર સહિત અન્ય સંગઠનો માંથી પણ માંગણી ઊઠી હતી. વ્યવસાયિક એકમોને તેમના પાર્સલ મોકલવા માટે અમદાવાદ સુધી ધક્કો થતો હતો પરંતુ નવ વર્ષનાં લાંબા સમય બાદ મહેનતનું ફળ મળ્યું અને રાજકોટ એરપોર્ટ પરથી કાર્ગો સર્વિસ શરૂ કરવામાં આવી છે.કાર્ગો સર્વિસની મંજૂરી મળ્યા બાદ રાજકોટમાં કોરોના પિક પર આવતા કાર્ગો પાર્સલ માટે બ્રેક લાગી હતી.
Recent Comments