ગુજરાત સહિત સમગ્ર દેશભરમાં કોરોનાની વૈશ્વિક મહામારી ચાલી રહી છે. ત્યારે આ મહામારીમાં સરકાર દ્વારા પોલીસ અને ડોક્ટરોને કોરોના વોરિયર્સ તરીકે બિરુદ આપવામાં આવ્યું છે. જેમાં કોરોના સારવાર દરમિયાન મૃત્યુ પામતા વોરિયર્સને સરકાર દ્વારા સહાય આપવામાં આવી રહી છે. ત્યારે એસટી વિભાગમાં કર્મચારીઓને કોરોના વોરિયર્સ ગણી કોરોનામાં મૃત્યુ પામેલા કર્મચારીઓના પરિવારજનોને સરકાર સહાય આપે તે માટે રજુઆત કરવામાં આવી રહી છે.
ગુજરાત પ્રદેશ સંગઠન મંત્રી મહેશ વેકરીયાએ જણાવ્યું હતું કે, આજે સમગ્ર રાજ્યમાં ઠેર ઠેર શહેર અને ગામડામાં કોરોના સંક્રમણ ફેલાય ગયું છે. ત્યારે સમગ્ર ગુજરાતમાં એસટીના કર્મચારી, અધિકારીઓ કોરોના સંક્રમિત થયા છે. જે પૈકી ૭૦૫ કર્મચારી હાલમાં સારવાર હેઠળ છે અને ૧૧૫થી વધુ કર્મચારીઓ મૃત્યુ પામ્યા છે. આ સમયે એસટી વિભાગના કર્મચારીઓ અને સંગઠનો સાથે મળી સરકાર સામે વિરોધ નોંધાવી અને એસટી કર્મચારીનો કોરોના વોરિયર્સ તરીકે સમાવેશ કરવા માંગ કરી રહ્યા છે.
રાજકોટ એસટી ડેપોમાં કોરોનાથી મૃત્યુ પામેલા કર્મીઓને શ્રદ્ધાંજલિ અપાઇ

Recent Comments